Janmashtami 2021: ટીવીની આ સીરિયલોમાં બતાવવામાં આવી છે શ્રીકૃષ્ણની મહિમા અપરંપાર, જાણો કૃષ્ણની મહાનતા....
નવી દિલ્હીઃ આજે આખા દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખુબ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. તમામ મંદિરોને સજાવવામા આવ્યા છે. ભક્ત શ્રીકૃષ્ણના દર્શનો માટે મંદિરોમાં લાઇનો લગાવી રહ્યાં છે. ભગાવાન શ્રીકૃષ્ણની મહિમા અપરંપાર છે, તેમનો ઉપદેશ મનુષ્યના કર્તવ્ય માટે ખુબ પ્રેરણાદાયી છે. આ જ કારણે બૉલીવુડમાં કેટલીક ફિલ્મો અને ટીવી પર કેટલીક સીરિયલોમાં શ્રીકૃષ્ણનો મહિમા બતાવવામાં આવ્યો છે. જાણો કઇ કઇ સીરિયલો છે જેમાં શ્રીકૃષ્ણની મહિમા બતાવવામા આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટાર ભારત ટીવી પર બતાવવામાં આવતી સીરિયલ રાધા કૃષ્ણ આજકાલ ખુબ પૉપ્યૂલર થઇ રહી છે. આ સીરિયલમાં ભગાવાન શ્રીકૃષ્ણ અને રાધા વિશે ખુબ ડિટેલમાં બતાવવામાં આવ્યુ છે.
90ના દાયકામાં દુરદર્શન પર બતાવવામાં આવતી પૌરાણિક કથાઓ પર આધારિત સીરિયલ મહાભારતે પણ જે લોકપ્રિયતા હાંસલ કરી છે. તે ખરેખર જોરદાર છે. આ સીરિયલમાં પણ શ્રીકૃષ્ણની અદભૂત લીલા બતાવવામાં આવી છે. મહાભારતમાં નીતિશ ભારદ્વાજે શ્રીકૃષ્ણનો રૉલ કર્યો હતો.
'શ્રી કૃષ્ણ' આ સીરિયલ દુરદર્શનના જુના શૉમાંની એક છે. આ શૉને 1993માં શરૂ કરવામાં આવ્યો હતો, જેને ખુબ લોકપ્રિયતા હાંસલ કરી હતી.
'કૃષ્ણ આયો નટખટ નંદલાલ' જેવુ આમાં નામથી જ સ્પષ્ટ થાય છે, આ ફિલ્મ પણ બાલ ગોપાલની નટખટ લીલાઓ પર આધારિત હતી. આ ફિલ્મ વર્ષ 2006માં રિલીઝ થઇ હતી.
કૃષ્ણા અને કંચની વચ્ચે થયેલા યુદ્ધ અને કૃષ્ણની મહાનતાને બતાવતી 2012માં એક ફિલ્મ આવી હતી, જેનુ નામ હતુ કૃષ્ણ અને કંસ, આ એક એનિમેટેડ ફિલ્મ હતી. જે બાળકોમાં ખુબ લોકપ્રિય બની હતી.
'જય શ્રી કૃષ્ણ' આ સીરિયલમાં ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓને બતાવવામાં આવી છે. નટખટ કૃષ્ણ અને તેની માં યશોદાની સાથે બાળ ગોપાલના સાથીઓની સાથે આ સીરિયલને ખુબ પસંદ કરવામા આવી.