Jhalak Dikhhla Jaa અગાઉ Rubina Dilaik આ ડાન્સ શોમાં લઇ ચૂકી છે ભાગ
ટીવી એક્ટ્રેસ Rubina Dilaik આ દિવસોમાં ઝલક દિખલા જા- 10ને લઇને ચર્ચામાં છે. આ પહેલા તે ખતરોં કે ખિલાડી અને બિગ બોસ જેવા શોમાં પણ છવાઇ ચૂકી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરૂબિના દિલૈક બિગ બોસની વિનર હતી. ત્યારબાદ તે ખતરોં કે ખિલાડી 12માં જબરદસ્ત સ્ટંટ કરતી જોવા મળી હતી.
આ તમામ રિયાલિટી શોમાં રૂબિનાએ જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે. આ પહેલા તે કલર્સ ચેનલના શો શક્તિમાં લાંબા સમય સુધી જોવા મળી હતી.
વર્ષ 2008માં રૂબિના શો છોટી બહુથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
બિગ બોસમાં રૂબિનાના ડાન્સના ખૂબ વખાણ થયા હતા. આ સિવાય તે નચલે વે વિથ સરોજ ખાનમાં પણ સ્પર્ધક તરીકે જોવા મળી છે.
રૂબિના પોતાની પ્રોફેશનલ લાઈફ સિવાય પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. બિગ બોસના ઘરમાં કવિતા કૌશિષ સાથે રૂબિનાની જોરદાર લડાઈ પણ જોવા મળી હતી.
બિગ બોસના ઘરમાં ટાસ્ક કરતી વખતે રૂબિનાએ ખુલાસો કર્યો હતો કે શોમાં આવતા પહેલા તેના અને અભિનવના લગ્ન જોખમમાં હતી.
રૂબિના અને અભિનવે બિગ બોસના ઘરમાં ઘણો સમય સાથે વિતાવ્યો હતો. તે પછી હવે બંનેનું લગ્ન જીવન ટ્રેક પર છે
અભિનવ શુક્લા સાથે લગ્ન પહેલા રૂબિના તેના કો-એક્ટર અવિનાશ સચદેવને ડેટ કરતી હતી.