Drishyam 2 એક્ટ્રેસ Shriya Saran સાથે રોમેન્ટિક અંદાજમાં Kapil Sharmaએ કરાવ્યું 'ફોટોશૂટ'
કોમેડિયન કપિલ શર્માએ શ્રિયા સરન સાથેની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ-સાઉથ એક્ટ્રેસ શ્રિયા સરન હાલમાં તેની આગામી ફિલ્મ 'દ્રશ્યમ 2' માટે ચર્ચામાં છે.
કપિલ શર્માએ શ્રિયા સરન સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે.
તસવીરોમાં શ્રિયા સરન લાલ સાડીમાં સુંદર લાગી રહી છે. કપિલ શર્મા પણ શ્રિયા સાથે લાલ સૂટ પેન્ટમાં જોવા મળી રહ્યો છે.
રેડ લુકમાં બંને આકર્ષક અને ક્લાસી લાગી રહ્યા છે.
કપિલ શર્માએ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “સૂત્રે ખુલાસો કર્યો છે કે દ્રશ્યમ 2માં એક રોમેન્ટિક ગીત છે. કાસ્ટ - શ્રિયા સરન અને કપિલ શર્મા. આ સાથે કપિલે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર ફેક ન્યૂઝ છે.
હાલમાં શ્રિયા સરન તેના 'દ્રશ્યમ 2' સ્ટાર્સ અજય દેવગણ અને તબુ સાથે કપિલ શર્મા શોમાં તેની ફિલ્મના પ્રમોશન કરતી જોવા મળશે. તેની સાથે ઈશિતા દત્તા પણ હાજર રહેશે.
'દ્રશ્યમ 2'ના સ્ટાર્સ 'ધ કપિલ શર્મા શો'માં 13 નવેમ્બર 2022ના એપિસોડમાં જોવા મળ્યા હતા.
આ ફિલ્મ 25 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ફિલ્મનો પ્રથમ પાર્ટ સફળ રહ્યો હતો અને ચાહકો બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.