Photos : જાણીતા શોમાં કામ કરવું આ અભિનેત્રીને પડ્યું ભારે
રુહીએ આ વર્ષે કુંડળી ભાગ્ય શોને અલવિદા કહ્યું હતું. હવે તે રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડીમાં જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં રુહીએ કહ્યું હતું કે, તેમને લાગે છે કે જો તમે ટીવી ફેસ છો તો તમે વેબ નહીં કરી શકો. અને જો તમે વેબ શો કરવા માંગો છો તો તમારે ઓછામાં ઓછા એક વર્ષ માટે ટીવી છોડવું પડશે.
'મને ખબર નથી કે તેઓ આવું કેમ વિચારે છે. મને કહેવામાં આવ્યું કે કુંડળી ભાગ્યને કારણે મારો ચહેરો વધુ પડતો એક્સપોઝ થઈ ગયો છે. તેથી તેણે સૂચન કર્યું કે મારે એક કે બે વર્ષ માટે બ્રેક લેવો જોઈએ અને પછી OTT કામ માટે આવવું જોઈએ.
તેણે આગળ કહ્યું હતું કે, 'જ્યારે મારે કામ કરવું હોય ત્યારે મારે શા માટે બ્રેક લેવો જોઈએ? જો મને તે મળે તો હું સારા પ્રોજેક્ટ કરવા માંગુ છું. હું OTT પર કામ કરવા માટે ટીવીમાંથી બ્રેક નહીં લઉં. હું જાણું છું કે ઘણા ટીવી કલાકારો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
રૂહીના કરિયર પર નજર કરીએ તો તે મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2010ની ફાઈનલિસ્ટ પણ રહી ચૂકી છે. તે ઘણી બ્રાન્ડ્સ માટે મોડલિંગ પણ કર્યું છે.
રૂહીએ 2012માં ફિલ્મ આલાપથી ડેબ્યૂ કર્યું હતું. 2017માં તે કુંડળી ભાગ્યથી ચર્ચામાં આવી હતી. તેણે કંગના અને પગડી નામની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.