Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Actresses: બે લગ્ન કરવા છતાં આ હસીનાઓને નથી મળ્યો સાચો પ્રેમ, પતિ સાથે તલાક લઇને થઇ છે અલગ
Actress Whose Two Marriages Failed: કહેવાય છે કે પ્રેમ એક જ વાર થાય છે. પરંતુ આજે અમે તમને તે સુંદરીઓનો પરિચય કરાવી રહ્યા છીએ. જેમના જીવનમાં પ્રેમ બે વાર આવ્યો છતાં પ્રેમની સફળતા પામી શકી નહીં, અને છેવટે આજે પણ તે એકલી જિંદગી જીવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદલજીત કૌર - આ યાદીમાં પહેલું નામ ટીવી અભિનેત્રી દલજીત કૌરનું છે, જેમણે થોડા મહિના પહેલા લગ્ન કર્યા હતા. જેમણે એક વર્ષ પહેલા નિખિલ પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા.
પરંતુ હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ કપલ વચ્ચે થોડો અણબનાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન દલજીતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી નિખિલ સાથેના લગ્નના ફોટા પણ ડિલીટ કરી દીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ ટૂંક સમયમાં છૂટાછેડા લેવા જઈ રહ્યું છે.
શ્વેતા તિવારી – ટીવીની લોકપ્રિય અને ગ્લેમરસ અભિનેત્રી શ્વેતા તિવારી પણ બે લગ્ન તૂટવાની પીડામાંથી પસાર થઈ છે. શ્વેતાના પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતા. આ લગ્નમાં અભિનેત્રીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેથી તેણીએ રાજાને છૂટાછેડા આપી અને તેનાથી અલગ થઈ ગઈ.
ત્યારબાદ વર્ષ 2013માં શ્વેતાના જીવનમાં પ્રેમ બીજી વખત આવ્યો. અભિનેત્રીએ અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા. પરંતુ આ વખતે પણ અભિનેત્રીનું નસીબ ખરાબ હતું અને તેના લગ્ન પણ તૂટી ગયા હતા. વર્ષ 2019માં શ્વેતાએ પણ અભિનવને છૂટાછેડા આપી દીધા હતા.
ચાહત ખન્ના- સીરિયલ 'બડે અચ્છે લગતે હૈં'માં જોવા મળેલી એક્ટ્રેસ ચાહત ખન્નાને ખૂબ જ નાની ઉંમરમાં ઘણી પરેશાનીઓમાંથી પસાર થવું પડ્યું છે. અભિનેત્રીએ પહેલા 2006માં બિઝનેસમેન ભરત નરસિંઘાની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ થોડા સમય પછી બંનેના છૂટાછેડા થઈ ગયા.
ત્યારબાદ ચાહતે વર્ષ 2013માં ફરહાન મિર્ઝા સાથે બીજા લગ્ન કર્યા. પરંતુ અભિનેત્રીના આ લગ્ન પણ ટક્યા નહીં અને તેણે ફરહાન પર યૌન શોષણ અને માનસિક ઉત્પીડનનો આરોપ લગાવીને છૂટાછેડા લીધા. તમને જણાવી દઈએ કે અભિનેત્રી બંને લગ્ન દરમિયાન એક-એક પુત્રીની માતા બની હતી. જેની સાથે તે આજે પોતાનું જીવન વિતાવી રહી છે.
સ્નેહા વાઘ - અભિનેત્રી સ્નેહા વાળાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. જેમના પ્રથમ લગ્ન માત્ર 19 વર્ષની ઉંમરે થયા હતા. પરંતુ તે લાંબો સમય ચાલ્યો નહીં અને અભિનેત્રીએ તેના પતિને છૂટાછેડા આપી દીધા. ત્યારબાદ તેણે વર્ષ 2015માં અનુરાગ સોલંકી સાથે લગ્ન કર્યા. પરંતુ એક વર્ષ પછી સ્નેહાના આ લગ્ન પણ તૂટી ગયા.