In Pics: મિસ ઇન્ડિયા ફાઇનાલિસ્ટ રહી ચૂકી છે સલમાનની ફિલ્મથી ડેબ્યૂ કરનારી આ એક્ટ્રેસ
સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં ઘણા મોટા સ્ટાર્સ જોવા મળવાના છે. પરંતુ વિનાલી ભટનાગરનું નામ આ સમયે ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' 21 એપ્રિલે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. જેમાં બિગ બોસ 13 ફેમ શહનાઝ ગિલ અને પલક તિવારી સિવાય વિનાલી ભટનાગર પણ ડેબ્યૂ કરવા જઈ રહી છે.
વિનાલીએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી અને તે વર્ષ 2017માં મિસ ઈન્ડિયા ઈવેન્ટની ફાઈનલિસ્ટ રહી ચુકી છે.
આ જ કારણ છે કે તે ખૂબ જ સુંદર છે આ સમયે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
26 વર્ષીય વિનાલી ભટનાગર મધ્યપ્રદેશના ભોપાલની રહેવાસી છે. તેણે સંસ્કાર વેલી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. જે બાદ તે અભ્યાસ માટે લંડન ગઈ હતી.
વિનાલી મોડલ અભિનેત્રીની સાથે સાથે ખૂબ જ સારી કથક ડાન્સર પણ છે. તેણે વર્ષ 2017માં મિસ છત્તીસગઢનો ખિતાબ પણ જીત્યો હતો. જે બાદ તે મિસ ઈન્ડિયા સ્પર્ધામાં પહોંચી હતી.
વિનાલી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં હજારો લોકો તેમને ફોલો કરે છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ