Neha Mehtaથી લઇને Gurucharan Singh સુધી.... Taarak Mehta છોડ્યા બાદ આ કલાકારો થઇ ગયા છે એકદમ ગાયબ
TMKOC: તારક મહેતા શૉ 14 વર્ષોથી દર્શકોને એન્ટરેન કરી રહ્યો છે, પરંતુ હાલના વર્ષોમાં શૉને સ્ટાર કલાકારો અલવિદા કહી રહ્યાં છે. લિસ્ટમાં અંજલિ ભાભીથી લઇને સોઢી સુધીના મોટા નામ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતારક મહેતા શૉની જ્યારથી શરૂઆત થઇ છે નેહા મહેતા આ શૉમાં અંજલિ ભાભીની ભૂમિકા નિભાવી રહી છે, પરંતુ લૉકડાઉન બાદ જ્યારે શૉનુ ફરીથી શૂટિંગ શરૂ થયુ તે નિરસ રહ્યું હતુ. ત્યારબાદથી નેહા શૉમાંથી હટી ગઇ હતી.
નેહા મહેતાને સુનૈના ફૌજદારે રિપ્લેસ કરી લીધી છે, પરંતુ તારક મહેતાને છોડ્યા બાદ હજુ સુધી નેહા કોઇ બીજા શૉમાં દેખાઇ નથી. હવે બસ તે ગુજરાતી સિનેમા સુધી જ સીમિત રહી ગઇ છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જુના સોઢીની ભૂમિકામાં ગુરુ ચરણ સિંહ દેખાતો હતો, તે પોતાની શાનદાર એક્ટિંગના કારણે દરેકનો ફેવરેટ બની ગયો હતો, પરંતુ કેટલીક મજબૂરીઓના કારણે તેને શૉ છોડવો પડ્યો હતો.
ખરેખરમાં ગુરુ ચરણ સિંહને પોતાના બિમારી પિતાનું ધ્યાન રાખવાનુ હતુ, આ કારણથી તેને ટીવી ઇન્ડસ્ટ્રીને અવલિદા કહી દીધુ, હવે તે માત્ર ઇન્સ્ટાગ્રામ પર જ એક્ટિવ રહે છે.
તારક મહેતા શૉમાં મોનિકા ભદોરિયાને બાવરીની ભૂમિકામાં જોવામાં આવતી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી તે શૉથી દુર છે. તારક મહેતાને અલવિદા કહ્યા બાદ તે હવે મોનિકા શું કરે છે તેના વિશે કોઇને ખબર નથી.
તારક મહેતા શૉમાં ભવ્ય ગાધીને જુના ટપ્પૂની ભૂમિકામાં જોવામાં આવતો હતો. આ શૉને અલવિદા કહ્યા બાદ ભવ્ય ગાંધી માત્ર ગુજરાતી સિનેમામાં જ એક્ટિવ દેખાય છે. ફરીથી તેને નાના પડદા પર વાપસી નથી કરી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મમાં નિધિ ભાનુશાળીએ કેટલાય વર્ષો સુધી સોનૂની ભૂમિકા નિભાવી હતી. આ રૉલમાં તેને ખુબ પસંદ કરવામા આવી હતી. હવે છેલ્લા કેટલાક વર્ષોથી સોનૂના રૉલમાં પલક સિંધવાની દેખાઇ રહી છે.
જો નિધિ ભાનુશાળીની વાત કરવામાં આવે તો, તે તારક મહેતા શૉ બાદ માત્ર ને માત્ર સોશ્યલ મીડિયા પર ગ્લેમરસ અવતારમાં જ દેખાય રહી છે, બીજે ક્યાંય હજુ સુધી નથી જોડાઇ.