ટીવીની આ એક્ટ્રેસ ફક્ત ગ્લેમર મામલે જ નહી, કમાણીમાં પણ છે આગળ
ટીવી અભિનેત્રીઓ આજકાલ કમાણીના મામલામાં બોલિવૂડ અભિનેત્રીઓથી પાછળ નથી. ઘણી ટીવી એક્ટ્રેસ બોલિવૂડ સેલેબ્સ કરતા પણ અમીર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં હિના ખાનનું નામ પ્રથમ આવે છે. તેણે ઘણી લોકપ્રિય અભિનેત્રીઓને માત આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિના ખાન ટીવીની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક છે.
હિનાએ પોતાના કરિયરની શરૂઆત યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી કરી હતી. આ શોમાં અક્ષરાના રોલમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હિનાની કુલ સંપત્તિ 52 કરોડ છે.
ત્યારબાદ આ યાદીમાં જેનિફર વિંગેટનું નામ આવે છે. જેનિફરે ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું.
એટલું જ નહીં, જેનિફર વિંગેટ નેશનલ ક્રશ પણ છે. જો તમે જેનિફરની નેટવર્થ પર નજર નાખો તો તે 40 થી 42 કરોડની વચ્ચે છે.
ટીવીની સુંદર અને ટોચની અભિનેત્રીઓમાં દિવ્યાંકા ત્રિપાઠીને પણ અમીર અભિનેત્રી માનવામાં આવે છે.
દિવ્યાંકાએ પોતાના કરિયરની શરૂઆત બનુ મેં તેરી દુલ્હનથી કરી હતી. તે છેલ્લે ખતરોં કે ખિલાડી 11માં જોવા મળી હતી. અભિનેત્રીની કુલ સંપત્તિ 37 કરોડની આસપાસ છે.
અમીર અભિનેત્રીઓની યાદીમાં કુમકુમ ભાગ્ય ફેમ સૃતિ ઝાનું નામ પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૃતિની કુલ સંપત્તિ 31 કરોડ રૂપિયાની નજીક છે.
શિવાંગી જોશીએ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નાયરાની ભૂમિકા ભજવીને ખૂબ જ નાની ઉંમરે લોકપ્રિયતા મેળવી હતી. શિવાંગી જોશીની નેટવર્થ પર નજર કરીએ તો તે 37 કરોડની આસપાસ છે.