Pics: ‘અનુપમા’ની માલવિકાએ કરાવ્યુ ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરોમાં જુઓ Aneri Vajaniનો ઘાયલ કરી દેનારો અંદાજ
Aneri Vajani Photos: ટીવી એક્ટ્રેસ અનેરી વજાનીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ફરી એકવાર સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. તાજેતરમાં જ તેની નવી તસવીરો પર ફેન્સ ફિદા થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાના પડદાની જાણીતી એક્ટ્રેસ અનેરી વજાની (Aneri Vajani) પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. સાથે જ ફેશનના મામલામાં પણ તે કોઇનાથી કમ નથી.
‘અનુપમા’માં માલવિકાની ભૂમિકાથી લાઇમલાઇટમાં આવી ચૂકી છે. અનેરી વજાની સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને હંમેશા પોતાની તસવીરો શેર કરતી રહે છે.
તાજેતરમાં જ અનેરી વજાનીએ ઇન્સ્ટાગ્રા્મ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. તેની આ તસવીરો ‘ઝલક દિખલા જા 10’ (Jhalak Dikhhla Jaa 10)ની લૉન્ચ પાર્ટીની છે.
તસવીરોમાં અનેરી વજાનીને પાર્ટી લૂકમાં જોઇ શકાય છે. એક્ટ્રેસ ચમકતી બ્રાલેટની સાથે મેચિંગ બ્લેઝર કેરી કર્યુ છે.
સેલિબ્રિટીઝની સાથે ચાહકો પણ અનેરી વજાનીની આ તસવીરો પર કૉમેન્ટ કરી રહ્યાં છે. લોકોને આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે.
આ પહેલા, અનેરી વજાનીએ પોતાના સિઝલિંગ લૂકથી ફેન્સના ઘાયલ કરી દીધા હતા, તેને જિરાફ પ્રિન્ટની કૉ-ઓર્ડ સેટ પહેર્યુ હતુ.
ચોટીની સાથે અનેરી વજાનીએ ઇયરરિંગ્સ અને બ્રાઉન લિપશેડથી ખુદમાં નિખાર લાવ્યો હતો, તે પોતાના ઓવલઓલ લૂકમાં સ્ટનિંગ લાગી રહી હતી.
‘અનુપમા’ (Anupamaa) ઉપરાંત અનેરી વજાની ‘બેહદ’માં પણ દેખાઇ ચૂકી છે, સાથે જ તે ‘ખતરો કે ખિલાડી 12’ (Khatron Ke Khiladi 12)નો પણ ભાગ રહી ચૂકી છે.