Jobless Tv Actress: અત્યંત ગ્લેમરસ... સફળતાના શિખરો સર કર્યા બાદ પણ આજે આ ટીવી અભિનેત્રીઓ છે 'બેરોજગાર'

ટીવી શો 'કસૌટી ઝિંદગી કી'એ ઉર્વશી ધોળકિયાને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. આ સિરિયલ પછી અભિનેત્રી બેરોજગાર છે. તેણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેની પાસે લાંબા સમયથી કોઈ કામ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
હિના ખાને સુપરહિટ શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં પોતાના દમદાર અભિનયથી દિલ જીતી લીધા હતા, ત્યારબાદ અભિનેત્રી OTT પર વેબ શોમાં જોવા મળી હતી પરંતુ હાલમાં હિના પાસે કોઈ મોટો પ્રોજેક્ટ નથી.

ફેમસ ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચારીએ હાલમાં જ લગ્ન કર્યા છે પરંતુ હાલના દિવસોમાં તે ટીવીથી દૂર છે. અભિનેત્રીએ 'સાથિયા 2'માં કેમિયો કર્યો હતો.
ટીવીની પ્રખ્યાત અભિનેત્રી રશ્મિ દેસાઈ છેલ્લે 'બિગ બોસ 15'માં જોવા મળી હતી. આ શોથી ફેમસ થવા છતાં રશ્મિને કોઈ મોટો પ્રોજેક્ટ મળ્યો નથી.
અદા ખાન 'નાગિન'ના રોલથી જબરદસ્ત હિટ બની ગઈ હતી અને ચાહકો તેની સુંદરતા માટે તેને પસંદ કરે છે, પરંતુ હવે અદા ટીવીની દુનિયામાંથી ગાયબ થઈ ગઈ છે.
નિયા શર્માએ ઘણા હિટ શોમાં કામ કર્યું છે પરંતુ હવે એક્ટ્રેસ પાસે કોઈ ખાસ કામ નથી. નિયાએ કહ્યું કે જો તેને સારી સ્ક્રિપ્ટ મળશે તો તે ડેઈલી સોપ કરવા માટે પણ તૈયાર છે.
એરિકા ફર્નાન્ડિસ આ દિવસોમાં નાના પડદાથી દૂર છે. અભિનેત્રી છેલ્લે 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી 3'માં જોવા મળી હતી, ત્યારબાદ અભિનેત્રી બેરોજગાર છે.
જ્યારથી દિશા વાકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડી દીધી છે ત્યારથી તેની પાસે ખાસ કંઈ નથી. એવા અહેવાલો છે કે તેણે અભિનય છોડી દીધો છે.