Pics: સાડીમાં Surbhi Jyotiએ લગાવ્યો ગ્લેમરનો તડકો, સિમ્પલ લૂક જોઇને ફેન્સ બોલ્યા -પરી...........
Surbhi Jyoti Photos: ટીવીની જાણીતી એક્ટ્રેસ સુરભિ જ્યોતિ આજકાલ ફરી એકવાર સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવી છે. આ વખતે તે પોતાના ફેન્સ સાથે એકથી એક ચઢિયાતા પૉઝ શેર કરી રહી છે. આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગળવી છાપ છોડીને ટીવીની દુનિયામાં પણ તહેલકો મચાવનારી સુરભિ જ્યોતિ હવે ફેન્સના દિલો પર રાજ કરી રહી છે.
જો તમે તેને ફોલો કરો છો, તો તમને ખબર હશે કે સુરભિ જ્યોતિ રિયલ લાઇફમાં કેટલી ગ્લેમરસ અને સ્ટનિંગ છે.
તાજેતરમાં જ સુરભિ જ્યોતિએ પોતાની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે, જેમાં તે સાડી અવતારમાં દેખાઇ રહી છે. આ નવા લૂકનો ફેન્સ પર જબરદસ્ત જાદુ ચાલી રહ્યો છે.
સુરભિ જ્યોતિએ ગ્રીન કલરની ફ્લૉરલ સાડી પહેરેલી છે, જેને રેડ બ્લાઉઝ સાથે પેર કર્યુ છે. મોટા ઇયરરિંગની સાથે તેને ખુલ્લા વાળથી પોતાનો ચાર્મ ચલાવ્યો છે.
સુરભિ જ્યોતિએ માસૂમ અદાઓ જોઇને પોતાના ચાહનારાઓને ઘાયલ કરી દીધા છે. મિનિમલ મેકઅપથી તે ખુબ કમાલની લાગી રહી છે, ફેન્સ તેની તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યાં છે.
સુરભિ જ્યોતિએ વર્ષ 2012માં ‘કુબૂલ હૈ’ (Qubool Hai) થી નાના પડદા પર એન્ટ્રી મારી હતી, અને ‘જોયા ફારૂકી’ની ભૂમિકાથી તેને તમામના દિલો જીતી લીધા હતા.
જોયા ફારુકીની ભૂમિકા માટે સુરભિ જ્યોતિ કેટલાય એવોર્ડ્સ પોતાના નામે કરી ચૂકી છે. તેના તરફથી અસદ અહેમદ ખાન ઉર્ફે કરણ સિંહ ગ્રૉવરની જોડી એટલી બધી હિટ થઇ હતી, કે તેની બીજી સિઝન પણ રિલીઝ કરવામા આવી હતી. જેને દર્શકોએ ખુબ પ્રેમ આપ્યો હતો.
સાથે જ તમે તેના નાગિન અવતારથી પણ પરિચિત છો, સુરભિ જ્યોતિે નાગિન 3માં પણ કામ કર્યુ હતુ, જેમાં તેની ભૂમિકાને લોકોએ ખુબ પસંદ કરી હતી.