Aamna Sharif: ઓફ શોલ્ડર રેડ ડ્રેસમાં આમના શરીફનો ક્રિસમસ લૂક, જુઓ તસવીરો
જાણીતી ટીવી એક્ટ્રેસ આમના શરીફ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ક્રિસમસ લૂકની તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોમાં આમના શરીફ રેડ કલરના શોર્ટ ડ્રેસમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ પણ તેના નવા લૂક પર ફિદા થયા છે.
આમના શરીફ જાણીતી ટીવી એક્ટ્રેસ છે. તેના ગ્લેમરસ અંદાજને લઈ આમના સોશિયલ મીડિયામાં પણ ચર્ચામાં રહે છે.
આમના શરીફનો જન્મ 16 જુલાઈ 1982ના રોજ થયો હતો. તેને સીરિયલ 'કહીં તો હોગા'થી ખ્યાતિ મળી હતી. તે મુંબઈની છે. તેણે બાંદ્રા, મુંબઈથી અભ્યાસ કર્યો અને 2003માં અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો.
જ્યારે આમના શરીફ કોલેજમાં હતી ત્યારે તેને ઘણી બ્રાન્ડ્સ તરફથી મોડલિંગની ઓફર મળવા લાગી હતી. તે શરૂઆતથી જ ખૂબ જ આકર્ષક છે. તે મોડેલિંગમાં આવી અને પછી તેણે મ્યુઝિક વીડિયોમાં કામ કરીને કારકિર્દીના નવા વિકલ્પો શોધવાનું શરૂ કર્યું.
હાલ તો આમના શરીફનો હોટ ક્રિસમસ લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.