ફરી એકવાર પિન્ક સૂટ પહેરીને હિના ખાને બતાવ્યો જલવો, કિલર લૂક થયો વાયરલ
Hina Khan Killer look: ટીવી બાદ બૉલીવુડમાં પોતાનો સિક્કો જમાવનારી બિગ બૉસ ફેમ એક્ટ્રેસ હિના ખાન (Hina Khan) એકવાર ફરીથી સોશ્યલ મીડિયા પર છવાઇ છે. હિના ખાનનો ટ્રેડિશનલ લૂક ફેન્સના દિલો પર રાજ કરી રહ્યો છે. દેશમાં તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. આવામાં હિનાએ પણ અલગ અલગ અંદાજમાં ફેન્સના દિલ જીતવાનુ શરૂ કરી દીધુ છે. તાજેતરમાં જે તેને સોશ્યલ મીડિયા પર પોતાના પિન્કસ સૂટમાં કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સુંદર લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિના ખાને પોતાના લેટેસ્ટ ફોટોશૂટની આ તસવીરો ઇન્સ્ટાગ્રમા પર શેર કરી છે, તસવીરોમાં હિના એકદમ કિલર સ્ટાઇલમાં દેખાઇ રહી છે.
હિનાએ આ સુંદર પિન્ક સૂટ વાળા લૂકને એક સિલ્વર નેકપીસ, મેચિંગ ઇયરરિંગ્સ, લિપસ્ટિક અને એક બનમાં સ્ટાઇલ કરેલા વાળો સાથે પુરો કર્યો છે.
હિના ખાનની આ તસવીરો ફેન્સને પણ ખુબ પસંદ આવી રહી છે, અને તે આના પર જોરદાર લાઇક અને કૉમેન્ટ કરી રહ્યાં છે.
પિન્ક સૂટમાં હિના બિલકુલ બેબી ડૉલ લાગી રહી છે. ચહેરા પર આવેલી લટો તેની સુંદરતામાં વધારો કરી રહી છે.
હિના ખાનના સોશ્યલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે, જે તેની નવી પૉસ્ટનો બેસબ્રીથી ઇન્તજાર કરતા હોય છે.
હિના ખાને તાજેતરમાં જ વૂટ પર રિલીઝ થયેલી ‘ધ લાઇન્સ”થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ છે. આ ઉપરાંત તે બહુ જલદી વિશ લિસ્ટ અને વિક્રમ ભટ્ટની નોર્થ ઓફ શ્રીનગરમાં દેખાશે.
આની સાથે જ તેની પાઇપલાઇનમાં ઇન્ડો-હૉલીવુડ ફિલ્મ ધ કન્ટ્રી ઓફ ધ બ્લાઇન્ડ પણ છે, જેમાં તે એક નેત્રહીન છોકરીની ભૂમિકા ભજવશે.