ટીવી સ્ટાર Helly Shahએ ચોલી-લેંઘામાં કરાવ્યુ બૉલ્ડ ફોટોશૂટ, ટ્રેડિશનલ આઉટફિટની તસવીરો વાયરલ
મુંબઇઃ સોશ્યલ મીડિયા પર આજકાલ મોટાભાગની હીરોઇનો પોતાની ગ્લેમર અદાઓથી ફેન્સની સાથે કનેક્ટ રહેવા પ્રયાસ કરે છે. આ કડીમાં હવે ગુજરાતી મૂળની એક્ટ્રેસ હેલી શાહ પણ જોડાઇ ગઇ છે. હેલી શાહ આજકાલ ટીવી પર દેખાઇ રહી છે, પરંતુ સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેના ફોટોશૂટની તસવીરોએ ધમાલ મચાવી રાખી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં જ ગુજરાતી એક્ટ્રેસ હેલી શાહે એક ફોટોશૂટ કરાવ્યુ છે, તસવીરોમાં તે ચોલી-લેંઘા પહેરીને શૂટ કરાવતી દેખાઇ રહી છે. જોકે, આ દરમિયાન તો કોઇ શર્મિલી દુલ્હન જેવી નહીં પરંતુ એકદમ ગ્લેમરસ અને બૉલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
હેલી શાહના આ ફોટોશૂટ માટે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ અને સ્ટાઇલિસ્ટ નેહા અદ્વિક મહાજને મેકઓવર કર્યુ છે.
હેલી શાહે જે આઉટફિટ પહેરેલો છે, તે સુધીરભાઇ સાડીવાળાનો છે, જેમાં તે ખુબ સરસ શોભી રહી છે.
હેલી શાહના આ આઉટફિટની વાત કરીએ તો તેના ડીપ નેક બ્લાઉઝે લુકમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ફેન્સ તેના આ લૂક પર ફિદા થઇ ગયા છે.
ચોકર, અને ઇયરરિંગની સાથે હેલીએ પોતાના લૂકને પુરો કર્યો છે, એટલુ જ નહીં વધુ સુંદર દેખાવવા માટે હેલી શાહે હાઇ બન પણ પહેર્યા છે.
હેલી શાહનો આ લૂક તે મહિલાઓ માટે ઠીક છે જે ટ્રેડિશનલ આઉટફિટમાં પણ ગ્લેમરસ દેખાવવાનુ પસંદ કરે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, હેલી શાહે છેલ્લીવાર ઇશ્ક મે મરજાવાં 2માં કામ કર્યુ હતુ, આ શૉમાં તેને પોતાની એક્ટિંગથી બધાનુ દિલ જીતી લીધુ હતુ.