Ekta Kapoor B'day Spl: ટેલિવિઝન ક્વિન એકતા કપૂરે આ કારણે આજદિન સુધી નથી કર્યાં લગ્ન
ઇન્ડસ્ટ્રીમાં એકતા કપૂર મોટું નામ છે. માત્ર 15 વર્ષની ઉંમરમાં તેમણે ફિલ્મ નિર્માતા કૈલાશ સરેન્દ્રનાથ સાથે કામ શરૂ કર્યું હતું. એકતા કપૂરનો જન્મ 7 જૂન 1975માં થયો હતો. 25 વર્ષ પહેલા તેમણે માનો ના મોનો સિરિયલથી ટેલિવિઝનનની દુનિયામાં એન્ટ્રી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએકતા કપૂરે 1994 બાલાજી ટેલિફિલ્મસ્ની સ્થાપના કરી હતી. તે તેમની ક્રિએટીવ ચીફ છે. ટીવીની 5 સિરિયલે તેમને ટીવી ક્વિન બનાવી દીધી. પદ્મશ્રીથી સન્માનિત નિર્માતા એકતા કપૂર ટીવી ઉદ્યોગની સૌથી મોટી નિર્માતા છે. કારણ કે સાસ ભી કભી બહુ થી' સિરિયલ ટેલિવિઝન જગતમાં એકતા કપૂરની પ્રથમ ક્રાંતિ હતી. આ સાથે તેણે 'કહાની ઘર ઘર કી', 'કસૌટી ઝિંદગી કી', 'કહીં તો હોગા' અને 'કુટુમ્બ' જેવી સિરિયલો દ્વારા ટીવી જગતમાં ક્રાંતિ લાવી દીધી.
એકતા કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તે સ્ટાર્સમાંથી એક છે, જે 40 વર્ષથી વધુ ઉંમરના છે અને આજ સુધી સિંગલ છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે પોતાનો ખુલાસો કર્યો અને કહ્યું કે કેમ સિંગલ છે.
એકતા કપૂરને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે, તે ક્યારે લગ્ન કરશે? જવાબમાં એકતા કપૂરે હસીને કહ્યું કે સલમાન ખાનના લગ્નના બે-ત્રણ વર્ષ પછી. , એક અન્ય ઇન્ટરવ્યુમાં, એકતા કપૂરે કહ્યું હતું કે પિતા જીતેન્દ્રની શરતના કારણે, તેણે આજ સુધી લગ્ન કર્યા નથી.
એકતાએ કહ્યું હતું કે 'મારા પિતાએ મને કહ્યું હતું કે કાં તો તારે લગ્ન કરવા પડશે અથવા કામ કરવું પડશે. . મેં કામ પસંદ કર્યું હતું. હું લગ્ન કરવા માંગતી ન હતી, આ કારણે મેં કામને પ્રાધાન્ય આપ્યું,.'' તેણીએ વધુમાં કહ્યું કે મારા જે મિત્રોએ લગ્ન કર્યા છે તે આજે કુંવારા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મેં ઘણા છૂટાછેડા જોયા છે. મને લાગે છે કે મારી પાસે ધીરજ છે, જેની હું અત્યાર સુધી રાહ જોઈ રહ્યી છું.