Upcoming Movies 2022: નવા વર્ષે સિનેમાઘરોમાં ધમાલ મચાવશે આ 5 ફિલ્મો, મનોરંજન માટે થઇ જાઓ તૈયાર.............
મુંબઇઃ વર્ષ 2021 પુરુ થઇ રહ્યું છે, હવે નવા વર્ષની દરેક લોકો રાહ જોઇ રહ્યાં છે, પરંતુ સૌથી વધુ ખુશ ટીવી સિનેમા ફેન્સ હશે કેમ કે નવા વર્ષમાં તેમને મનોરંજન કરાવવા ખાસ ફિલ્મો આવી રહી છે. વર્ષ 2022માં કેટલીક મોટા બજેટની અને ખાસ મનોરંજન વાળી ફિલ્મો રિલીઝ થઇ રહી છે, જેનો ફેન્સ ઘણ સમયથી રાહ જોઇને બેસ્યા છે. જાણો 2022માં રિલીઝ થનારી કઇ કઇ ફિલ્મોનો છે ઇન્તજાર............
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાધેશ્યામ- વર્ષ 2022ની શરૂઆતમાં સુપરસ્ટાર પ્રભાસની રાધેશ્યામ ફિલ્મ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ 14 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવશે.
આદિપુરુષ- પ્રભાસની બીજી સુપર ફિલ્મ આગામી 11 ઓગસ્ટે ફેન્સને મનોરંજન માટે આવી રહી છે.
પૃથ્વીરાજ- બૉલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારની પૃથ્વીરાજ આગામી વર્ષ 2022માં રિલીઝ થશે. આ ફિલ્મ 21 જાન્યુઆરીએ રિલીઝ થશે.
જયેશભાઇ જોરદાર- અભિનેતા રણવીર સિંહ અને શાલિની પાંડેની ફિલ્મ જયેશભાઇ જોરદાર પણ 2022ના બીજા મહિનામાં રિલીઝ થઇ રહી છે. 25 ફેબ્રુઆરીએ છે રિલીઝ ડેટ.
શમશેરા- રણવીર કપૂર સ્ટારર આ શમશેરા વર્ષ 2022ના માર્ચ મહિને આવશે. 18 માર્ચે આ ફિલ્મ રિલીઝ થવા જઇ રહી છે.
લાલ સિંહ ચઢ્ઢા- આમિર ખાનની મોટા બેજટ વાળી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા 2022ના એપ્રિલમાં આવશે. 14 એપ્રિલ 2022એ ફિલ્મ રિલીઝ થશે.
ટાઇગર 3- સલમાન ખાનની ફિલ્મ ટાઇગર 3 પણ આ વર્ષે રિલીઝ થશે. 15 ઓગસ્ટ 2022ના રોજ આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે.
રક્ષાબંધન- વર્ષ 2022માં સ્વતંત્રતા દિવસ પહેલા એટલે કે 11 ઓગસ્ટે અક્ષયની ફિલ્મ રક્ષાબંધન સિનેમાઘરોમાં ધૂમ મચાવવા તૈયાર છે.
બચ્ચન પાંડે- આ ઉપરાંત અક્ષય કુમારની બીજી ખાસ ફિલ્મ બચ્ચન પાંડે પણ આ વર્ષ રિલીઝ થઇ રહી છે, આ ફિલ્મ 4 માર્ચ 2022એ રિલીઝ થશે.
બ્રહ્માસ્ત્ર- સૌથી ચર્ચિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર નવા વર્ષે રિલીઝ થશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 9 સપ્ટેમ્બર 2022એ રિલીઝ થશે.