Urvashi Rautelaની આ બેકલેસ ડ્રેસની કિંમત છે લાખોમાં, નવા લૂકના ફેન્સ થયા દિવાના, જુઓ તસવીરો.....
મુંબઇઃ ઉર્વશી રૌતેલા (urvashi rautela) સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયોને લઇને ખુબ ચર્ચમાં રહ્યા કરે છે. પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે ઉર્વશી રૌતેલા દરરોજ પોતાની તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ ઉર્વશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે, જેમાં તે બેકલેસ ડ્રેસ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્વશી રૌતેલાની પોતાની સુંદરતા ઇન્સ્ટાગ્રામ પર ચાર ચાંદ લગાવી દે છે. તસવીરોને જોઇને ફેન્સ પણ તેની પ્રસંશા કરવામાં પાછળ નથી પડતા. તાજેતરમાં જ ઉર્વશી રૌતેલા ફિલ્મફેર એવોર્ડમાં રેડ કાર્પેટ પર વૉક કરતી દેખાઇ હતી. એક્ટ્રેસનુ આ રેડ કાર્પેટ લૂક ક્રિટિક્સને ખુબ પસંદ આવ્યુ હતુ.
ઉર્વશી તસવીરોમાં મરુન કલરની બેકલેસ ગાઉનને કેરી કરતી દેખાઇ રહી છે, અને તે એકદમ સુંદર પણ લાગી રહી છે. આ ડ્રેસની સાથે તેને બ્રેસલેટ, રિંગ્સ અને હીરો સાથે જડેલો ડૉલરનો ક્લચ હાથમાં લીધેલો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એક્ટ્રેસે જે પણ વસ્તુઓ કેરી કરી છે, તેની કિંમત લગભગ 35 લાખ બતાવવામાં આવી રહી છે.
જ્યાં તે હંમેશા પોતાના ફેન્સ માટે હાજર રહે છે, ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાના ફેન્સને પુરેપુરો સમય આપે છે. આ શાનદાર તસવીરો દરેકનુ ધ્યાન ખેંચી રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો થોડાક સમય પહેલા ઉર્વશી રૌતેલાનો મ્યૂઝિક વીડિયો 'વો ચાંદ કહા સે લાઓગી' રિલીઝ થયુ છે, જેને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
ઉર્વશી રૌતેલા
ઉર્વશી રૌતેલા