Urvashi Rautela Saree Photos: ઉર્વશી રૌતેલાએ પહેરી 58 લાખ રૂપિયાની મોંઘીદાટ સાડી, જાણો કોણા લગ્નમાં આ પહેરીને ગઇ હતી એક્ટ્રેસ......
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાના લૂક્સ માટે જાણીતી છે. તે હંમેશા ફેશનને પ્રાયૉરિટી આપે છે. તાજેતરમાં જ તેનો નવો લૂક સામે આવ્યો છે. ઉર્વશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે લાલ કલરની સાડીમાં એકદમ સુંદર દેખાઇ રહી છે. આ તસવીરોમાં ઉર્વશી રૌતેલાનો ટ્રેડિશનલ લૂક દેખાઇ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર તેની આ તસવીરો ખુબ શેર કરવામાં આવી રહી છે. ઉર્વશી રૌતેલા એક્ટરમાંથી પૉલિટીશયન બનેલા મનોજકુમારની પૌત્રી મુસ્કાન ગોસ્વામીના પ્રી-વેડિંગ સેરેમની એટેન્ડ કરવા ગઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્વશી રૌતેલા મહેંદીના ફંક્શનમાં ગુજરાતી પટોળા સાડી પહેરી હતી, જેને ડિઝાઇનર આશા ગૌતમે ખાસ રીતે ક્યૂરેટ કરી હતી.
તેને આ ડ્રેસની સાથે ગૉલ્ડ જ્વેલરી પહેરેલી હતી, તેને શાનદાર મેકઅપ કર્યો હતો.
ઉર્વશી રૌતેલાએ મલ્ટીકલર સાડી પહેરી છે, જેની સાથે બ્લૂ બ્લાઉઝનુ કૉમ્બિનેશન ગજબના લૂક આપી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઉર્વશીની સાડીની કિંમત 58 લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે.
ઉર્વશી રૌતેલાએ આ તસવીરોને શેર કરતા કેપ્શનમાં પણ લખ્યુ છે, પહેલી તસવીરની સાથે તેને કેપ્શનમાં લખ્યું- આ ફક્ત મહેંદી નથી, તારા પ્રેમનો રંગ ચઢ્યો છે પિયા હવે આ રંગ છૂટે ના ઉંમર ભર, એ જ માંગુ હું દુઆ.
બીજી તસવીરની સાથે તેને કેપ્શનમાં લખ્યુ છે- મહેંદીનો રંગ ચઢ્યો એવી રીતે મારા હાથોમાં, જેવી રીતે તારો ઇશ્ક ચઢ્યો છે મારા શ્વાસોમાં.
ઉર્વશીની આ લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
આ તસવીરો પર ઉર્વશીના ફેન્સ જોરદાર પોતાનુ રિએક્શન આપી રહ્યાં છે.