કોરોના કાળમાં આ હૉટ સિંગરે બૉયફ્રેન્ડ સાથે કરી લીધા ગુપચુપ લગ્ન, મહેંદીથી લઇને સાત ફેરાની તસવીરો વાયરલ
મુંબઇઃ કૉમેડિયન અને સિંગર સુગંધા મિશ્રા પોતાના લગ્નને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં જ સુગંધા મિશ્રાએ લૉન્ગટાઇમ બૉયફ્રેન્ડ સંકેત ભોસલે સાથે લગ્ન કરી લીધા છે. કોરોનાના કારણે બન્નેના લગ્નમાં વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા ન હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુગંધા મિશ્રા અને સંકેતના લગ્ન જાલંધરના ક્લબ કબાનામાં પરિવારની હાજરીમાં થયા. આ લગ્નમાં તેના ખાસ નજીકના અને મિત્રો જ સામેલ થયા હતા. સુગંધા મિશ્રા અને સંકેતના લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
લગ્ન બાદ બન્નેને ફેન્સે શુભકામનાઓ અને શુભેચ્છા સંદેશ આપ્યા હતા. આ બધાની વચ્ચે સુગંધા મિશ્રા અને સંકેતે પોતાના લગ્નની કેટલીક ખાસ તસવીરો પણ શેર કરી દીધી છે.
તસવીરોમાં સુગંધા મિશ્રા અને સંકેતની જોડી ખુબ પ્યારી લાગી રહી છે. સુગંધા તસવીરોમાં ખુબ ખુશ લાગી રહી છે, અને આવુ હોવુ પણ સ્વાભાવિક છે.
સુગંધા મિશ્રાએ પોતાના લગ્નમાં ક્રિમ કલરનો લેંઘો પહેરેલો હતો, આની સાથે તેને ગુલાબી રંગની ચુન્ની કૈરી કરી છે. તેને ખુબ હેવી જ્વેલરી પણ પહેરેલી છે.
સંકેત ભોસલેએ આછા લીલા રંગની શેરવાણી પહેરી હતી, અને માથા પર ક્રિમ કલરની પાઘડી પહેરેલી હતી, જેનો કલર સુગંધા મિશ્રાના લેંઘા સાથે મેચ થઇ રહ્યો છે.
સુગંધાએ ફેરા લેતાની તસવીરો પણ શેર કરી છે, બન્નેના લગ્નની આ તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે.
લગ્ન સમારોહ પારંપરિક રીતિ-રિવાજ પ્રમાણે સંપન્ન થયુ. જોકે આ બધાની વચ્ચે ફેમિલી ફોટાએ પણ કમી પણ પુરી કરી દીધી. આમાં આખો પરિવાર ખુશ દેખાઇ રહ્યો છે.