એક્ટ્રેસ અલાયા ફર્નિચરવાલાએ કંગના રનૌત પર સાધ્યુ નિશાન, કંગનાને ગણાવી 'ચાપલૂસ'
મુંબઇઃ એક્ટ્રેસ અલાયા ફર્નિચરવાલા પોતાના લૂકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. અલાયા ફેન્સ માટે સતત તસવીરો પણ સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરતી રહે છે. પરંતુ આ વખતે તે કંગના રનૌત પર એક કૉમેન્ટને લઇને ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડાક દિવસો પહેલા અલાયા ઝૂમ ટીવીના એક શૉમાં સામેલ થઇ હતી, અહીં તેને કેટલાય સ્ટાર્સને લઇને સવાલ કર્યા હતા, અને બેબાકીથી તેના પર પોતાનો મત પણ આપ્યો હતો.
અહીં અલાયાને જ્યારે કંગના રનૌત વિશે પુછવામાં આવ્યુ, તો તેને ચાપલૂસી શબ્દનો ઉપયોગ કરી નાંખ્યો. જોકે બાદમાં તેને કહ્યું- આ શબ્દ તેના માટે નથી, પરંતુ મારા મગજમાં આવ્યો કેમકે તે હંમેશા આ શબ્દનો ઉપયોગ કરતી રહે છે.
જોકે, અલાયાના આ શબ્દને લઇને લોકો સોશ્યલ મીડિયા પર પણ તેને સવાલો કરી રહ્યાં છે. ખરેખરમાં, કંગના કેટલીયવાર આ શબ્દોનો ઉપયોગ પણ કરી ચૂકી છે. તાજેતરમાં જ તેને સ્વરા ભાસ્કરને પણ ચાપલૂસ કહી હતી.
અલાયાએ પોતાની કેરિયરની શરૂઆત જ બૉલીવુડ એક્ટર સૈફ અલી ખાનની સાથે ફિલ્મ જવાની જાનેમનથી કરી હતી. જોકે ફિલ્મ કોઇ ખાસ બિઝનેસ ના હતી કરી શકી, પરંતુ તેની એક્ટિંગને લોકોએ ખુબ પસંદ કરી હતી.
આ અલાયાની એક્ટિંગનો જ કમાલ હતો કે તેને ડેબ્યૂ ફિલ્મ જવાની જાનેમન માટે બેસ્ટ ફિમેલ ડેબ્યૂનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આની જાણકારી તેને પોતાના સોશ્યલ મીડિયા પેજ પર આપી હતી.
આ અલાયાની એક્ટિંગનો જ કમાલ હતો કે તેને ડેબ્યૂ ફિલ્મ જવાની જાનેમન માટે બેસ્ટ ફિમેલ ડેબ્યૂનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આની જાણકારી તેને પોતાના સોશ્યલ મીડિયા પેજ પર આપી હતી.