જાણો Filhaal 2 ગીતમાં અક્ષય કુમાર સાથે રૉમાન્સ કરી રહેલી આ હૉટ એક્ટ્રેસ કોણ છે?
મુંબઇઃ તાજેતરમાં જ રિલીઝ થયેલુ ફિલહાલ-2 ગીત લોકોને જબરદસ્ત પસંદ આવી રહ્યું છે. આ ગીતમાં બૉલીવુડ એક્ટર અક્ષય કુમારની સાથે એક્ટ્રેસ કૃતિ સેનનની બહેન નુપૂર સેનન દેખાઇ રહી છે. અક્ષય કુમારની સાથે નુપૂર સેનનની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ ગીત જ્યારથી રિલીઝ થયુ છે ત્યારથી યુટ્યૂબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આને અત્યાર સુધી 1 બિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આવો જાણીએ આ નુપૂર સેનન છે કોણ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટિંગ અને મૉડલિંગ ઉપરાંત નુપૂર સેનન એક સુંદર સિંગર પણ છે. તેની યુટ્યૂબ પર એક મ્યૂઝિક ચેનલ છે જે ખુબ પૉપ્યૂલર છે. લોકોને તેના ગાયેલા ગીતો ખુબ પસંદ આવી રહ્યાં છે.
નુપૂર સેનનનો જન્મ 15 ડિસેમ્બર, 1993ના દિવસે દિલ્હીમાં થયો, તેના પિતા રાહુલ સેનન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અને મા ગીતા સેનને દિલ્હી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રૉફેસર છે. નુપૂર સેનને દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યૂએશન કર્યુ છે.
નુપૂર સેનન, એક્ટ્રેસ કૃતિ સેનનની નાની બહેન છે, કૃતિ સેનન ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. નુપૂર સેનન તેને પોતાની આદર્શ માને છે અને તેના જેવુ ઇન્ડસ્ટ્રીમાં પોતાનુ નામ કમાવવા ઇચ્છે છે.
એક્ટ્રેસ અને મૉડલ હોવાની સાથે સાથે નુપૂર સેનન બેસ્ટ સિંગર છે. 2015માં તેને બેકરાર કરકે ગીત ગાયુ જેને ખુબ પસંદ કરવામાં આવ્યુ. આ પછી તેને તેરી ગલિયાં, ચન્ના મેરેયા, જેવા ગીતો ગાયા. જેને યુટ્યૂબ પર ખુબ સાંભળવામાં આવ્યા.
ફિલહાલ-2 ગીતમાં નુપૂર સેનન અને અક્ષય કુમારી જોડી ખુબ પ્રસંશા મેળવી રહી છે. આ ગીત બે પ્રેમ કરનારાઓની કહાની પર બનેલુ છે. જેમાં પ્રેમિકાના લગ્ન કોઇ બીજા સાથે થઇ જાય છે.
નુપૂર સેનનનુ આ ગીત યુટ્યૂબપર ધમાલ મચાવી રહ્યું છે. રિલીઝ થયા બાદથી જ આ ગીત સતત યુટ્યૂબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આને અત્યાર સુધી 1 બિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
નુપૂર સેનન હાલ પોતાની કેરિયરપર ફૉકસ કરી રહી છે, પરંતુ અફવા એવી પણ છે કે બૉલીવુડ એક્ટર જૉન ખાનને ડેટ કરી રહી છે. જોકે નુપૂર સેનને ખુદને સિંગલ બતાવી છે. તેનુ કહેવુ છેકે જૉન ફક્ત તેનો દોસ્ત છે.
ફિલહાલ-2 ઉપરાંત નુપૂર સેનન જલ્દી અક્ષય કુમારની સાતે ફિલ્મ બેલ બૉટમમાં પણ દેખાશે. આશા છે કે ગીતની જેમ આ ફિલ્મમાં પણ તેની જોડીને ખુબ પસંદ કરવામાં આવે.