PHOTOS: દુબઈથી કાલીકટ આવી રહેલું એર ઈન્ડિયાનું વિમાન રનવે પરથી સ્લિપ થયું, વિમાનના થયા બે ટુકડા

જાણકારી મુજબ સાજે સાત વાગ્યેને 41 મિનિટ પર લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી સ્લિપ થઈ ખીણમાં પડ્યું. હાલ તો ઘાયલો અને મૃતકોની સંખ્યા વિશે કોઈ પુષ્ટ જાણકારી નથી મળી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આ ઘટના બાદ રાહત અને બચાવ માટે ટીમ પહોંચી છે. ફાયર બ્રિગેડ અને એમ્બ્યૂલન્સની ગાડીઓ પણ ઘટના સ્થળ પર હાજર છે.

આ ઘટનામાં પ્લેનના પાયલટનું મોત થયું છે, ઘણા અન્ય મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. DGCA દ્વારા આ ઘટના અંગે વિસ્તૃત તપાસના આદેશ આપવામા આવ્યા છે.
વિમાનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઇ ગયો હતો અને બે ટુકડાં થયા હતા. ફ્લાઈટ નંબર IX1344 દુબઈથી કેરળ આવી રહી હતી.
કેરળના કોઝિકોડમાં શુક્રવારે એર ઇન્ડિયાનું પ્લેન રન વે પર લેન્ડ કરતી વખતે સ્લિપ થઈને ક્રેશ થઇ ગયું હતું. તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે પ્લેન લપસીને એક ખીણમાં પડ્યું અને તેના બે ટુકડાં થઇ ગયા હતા. આ વિમાનમાં 191 મુસાફરો સવાર હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -