આ 7 વસ્તુઓ છે દુનિયાની સૌથી મોંઘી, કેસરથી લઈને પિસ્તા સુધી, કિંમત સાંભળીને તમે ચોંકી જશો
ઇટાલીના વ્હાઇટ અલ્બા ટ્રફલને વિશ્વનું સૌથી મોંઘું ફૂડ માનવામાં આવે છે. આ ટ્રફલ હોંગકોંગના એક વ્યક્તિએ તેની પત્ની માટે ખરીદ્યું હતું, જેનું વજન 1.51 કિલો હતું. 2007માં તેની કિંમત 330,000 યુએસ ડોલર હોવાનું સામે આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘણા લોકો માત્ર સોનું પહેરવાનું જ પસંદ કરતા નથી, પણ તેને ખાવાનું પણ પસંદ કરે છે. અમેરિકન કસિનોમાં ખાદ્ય સોનું ઉપલબ્ધ છે, જેની કિંમત પ્રતિ ગ્રામ $70 છે. આવી જ કેટલીક વિચિત્ર વસ્તુઓ ખાવાના શોખીન લોકો તેને ખરીદે છે, પરંતુ તેને ખરીદવી દરેકના બજેટમાં નથી હોતી.
ગ્રીન લીલા પિસ્તા તેમના ઉત્તમ સ્વાદ માટે જાણીતા છે. ઈરાની પિસ્તા કિંમતી છે. એક કિલો પિસ્તાની કિંમત લગભગ $153 છે. ઓસ્ટ્રેલિયામાં ઉગાડવામાં આવતા મેકાડેમિયાને સૌથી મોંઘો મેવો ગણવામાં આવે છે.
તમે કોઈક સમયે મશરૂમ્સ ખાધા જ હશે, પરંતુ માટસુતકે મશરૂમની સુગંધ મસાલેદાર હોય છે. તે વર્ષમાં એકવાર કાપવામાં આવે છે. જાપાનમાં લણવામાં આવેલા આ મશરૂમની કિંમત પ્રતિ કિલો $ 2000 છે.
આપણે બધા જાણીએ છીએ કે કેસર એક ખૂબ જ મોંઘી વસ્તુ છે. મૂળ ગ્રીસના કેસરને ઈરાનમાં કાપવામાં આવે છે. સિડનીમાં તે $9.90માં વેચાય છે.
એસિટો બાલસેમિક સરકોવિનેગરનો રાજા કહેવામાં આવે છે. તે બાફેલા મોસ્ટોમાંથી તૈયાર કરવામાં આવે છે. ઇટાલીના મોડેના પ્રદેશમાં બનેલ વિનેગર ડીઓપી પ્રમાણિત છે. 100ml બોટલની કિંમત $180 કે તેથી વધુ છે.
આ ફળનો સમાવેશ વિશ્વના સૌથી મોંઘા ફળમાં થાય છે. વિશ્વમાં એક વર્ષમાં માત્ર એક ડઝન કાળા તરબૂચ ઉગાડવામાં આવે છે. ભારતમાં મળતા તરબૂચ કરતાં તેની કિંમત 20 ગણી વધારે છે. હરાજીમાં આ ફળ 6300 યુએસ ડોલર સુધી વેચી શકાય છે.