Alia Bhatt transformation એક સમયે વધેલા વજનના કારણે આલિયાને આલુ કહેતા હતા લોકો, આ રીતે કરી જાતને સુપર ફિટ
આલિયા ભટ્ટ બોલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસમાંની એક છે. જો કે એક સમય એવો હતો જ્યારે આલિયા મેદસ્વી હતી. જેના કારણે આલિયાને બોડી શેમિંગનો પણ શિકાર થવું પડતું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે આલિયા જ્યારે એ મુદે સભાન થઇ કે, તેમણે બોલિવૂડમાં કરિયર બનાવવાની છે તો તેમણે મહેસૂસ કર્યું કે તેમને જબરદસ્ત ટ્રાન્સફોર્મેશનની જરૂર છે.
2012માં સ્ટૂડન્ટસ ઓફ ધ ઇયરમાં કામ કરતાં પહેલા આલિયાએ ફિટનેસ પર જબરદસ્ત કામ કર્યું હતું અને તેમણે આ ફિલ્મ માટે 20 કિલો વજન ઉતાર્યુ હતું.
આલિયાએ વેઇટ લોસ માટે તેના ડાયટ પ્લાનમાં જબરદસ્ત પરિવર્તન કર્યું હતું. તે દહીં ભાત, બાજરા, જુવાર, નાચની વગેરે સિમ્પલ ડાયટને ફોલો કરતી હતી.
જો કે ડાયટ દરમિયાન પણ તે ધીનું સેવન કરતી હતી. તે દાળ અને ખીચડીમાં ઘી લેતી હતી. ધી સાથે દાળ –ખીચડી અને દહી ભાત તેમની ફેવરિટ ડિશ બની ગઇ હતી.
આલિયા ભટ્ટે કપિલ શર્માના શોમાં જણાવ્યું હતું કે, વ્હાઇટ શુગર ઝેર છે. તે શુગર બિલકુલ ન હતી લેતી અને તે ડાયટિંગને ખૂબ જ સ્ટ્રિક્ટલી ફોલો કરે છે.
આલિયા ભટ્ટ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે લગ્ન કરી રહી છે. આલિયા એક બાજુ રણબીર સાથે રિયલ લાઇફમાં લગ્ન કરવા જઇ રહી છે તો તે બીજી તરફ રીલ લાઇફમાં બંને સાથે બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ ફિલ્મ 2022 સપ્ટેમ્બરમાં રિલીઝ થવા જઇ રહી છે.