Kidney Stone: ટામેટાં આ કારણે કિડનીના સ્ટોનનું કારણ નથી બનતા, જાણો એક્સ્પર્ટનું તારણ
કિડની સ્ટોનની સમસ્યા આજકાલ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. કારણ કે સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આપણી ખાનપાનની શૈલી પણ આ સમસ્યાને નોતરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવું માનવામાં આવે છે કે, અતિરેક ટામેટાનું સેવન પણ કિડનીની સમસ્યાને નોતરે છે.આ વાતમાં કેટલું તથ્ય છે જાણીએ..
ટામંટામાં નાના બીજ જોવા મળે છે. એવો દાવો કરવામાં આવે છે કે ઘણી વખત આ બીજ કિડનીમાં પથરી બનાવવાનું કારણ બને છે. હવે સવાલ એ થાય છે કે, શું આ દાવો સાચો છે?
વાસ્તવમાં કિડની સ્ટોન એટલે કે કિડની સ્ટોન કેલ્શિયમ ઓક્સાલેટના સ્ફટિકોમાંથી બને છે. આ ઓક્સાલેટ વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં જોવા મળે છે. કહેવાય છે કે હાઈ ઓક્સાલેટ લેવાથી જ આ સમસ્યા ઉદભવે છે. જોકે ટામેટાંમાં ઓક્સાલેટનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. આ જ કારણ છે કે તેના કારણે કિડનીમાં પથરીનો એટલો ખતરો નથી.
ટામેટાં કિડનીને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાં પાણીનું પ્રમાણ ઘણું વધારે છે. તે શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને કિડનીમાં પથરી બનતા પણ અટકાવે છે.
ટામેટાંમાં લાઈકોપીન જોવા મળે છે, જે એક પ્રકારનું એન્ટીઓક્સીડેન્ટ છે. લાઇકોપીન કિડનીમાં પથરીનું જોખમ ઘટાડે છે.
કિડનીમાં પથરી માટે ઘણા પરિબળો જવાબદાર હોય છે, જેમ કે ડિહાઇડ્રેશન, ઓછું પાણી પીવું ,વધુ પડતા મીઠાનું સેવન, બિનઆરોગ્યપ્રદ ખોરાક લેવો, પૌષ્ટિક ખોરાકનો અભાવ વગેરે છે.