Health: શું આપ પણ માનો છે કે પાપડ ખાવાથી વજન વધે છે? તો પહેલા તેના જાણો તેના ફાયદા
અથાણાં, ચટણી અને પાપડનું નામ લીધા વિના ઇન્ડિયન ફૂડ્સની વાત કરીએ તો ફૂડની વાત અધૂરી લાગે છે. ગરમ દાળ-ચાવલ અથવા બિરયાની સાથે ઘી અને પાપડ પીરસવામાં આવે છે,
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રન્ચી અને તેનો મસાલેદાર સ્વાદ મોટાભાગના લોકો પસંદ કરે છે. પરંતુ કેટલાક લોકો તેને વજન વઘારતું ફરસાણ સમજીને અવોઇડ કરે છે.જો કે તેના સેવનના ફાયદા પણ છે.
પાપડ વિવિધ પ્રકારના કઠોળ અને આરોગ્યપ્રદ ગુણોથી ભરપૂર મસાલામાંથી બનાવવામાં આવે છે. તેથી, પાપડ એવા ખોરાક સાથે પીરસવામાં આવે છે જે ભારે હોય અથવા પચવામાં લાંબો સમય લે. પાપડમાં હાજર કાળા મરી, કાળું મીઠું અને સૂકું આદુ જેવા મસાલા પાચન શક્તિમાં વધારો કરે છે, જેના કારણે ખોરાક ઝડપથી પચી જાય છે અને પેટમાં ભારેપણું કે એસિડિટી જેવી સમસ્યા થતી નથી.
આ રીતે પાપડનું સેવન પાચનતંત્રને બૂસ્ટ કરે છે તેવું કહી શકાય તો ભારે ફૂડ સાથે એકાદ પાપડ ખાવો હિતાવહ છે.
પાપડને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે કારણ કે તેમાં ઘણા મસાલા ઉમેરવામાં આવે છે જેથી પેટની સમસ્યામાં રાહત મળે. તેથી જ જ્યારે ઉબકા અને ઉલ્ટીની સમસ્યા હોય ત્યારે પાપડ ખાવાથી આરામ મળે છે અને ઉલ્ટી જેવી સમસ્યા ઓછી થાય છે.
પાપડથી વજન વધી જવાનો ડર સતાવે છે પરંતુ માત્ર એક જ પાપજ તળીને નહિ શેકીને ખાવામાં આવે તો તેનાથી વજન નથી વધતું પરંતુ તે પાચનતંત્રને દુરસ્ત કરે છે.
લોકો તેમની પસંદગી મુજબ પાપડને શેકીને અથવા ડીપ ફ્રાય કરીને ખાય છે. , જે લોકો કેલરીની માત્રાનું ખૂબ ધ્યાન રાખે છે, તેઓ તેને તળવાને બદલે તેને શેકીને ખાઈ શકે છે. , જ્યારે પણ કોઈ ભારે ભોજન અથવા ડીપ ફ્રાઈડ ફૂડ ખાવું હોય, ત્યારે પાપડને તળીને નહિ શેકીને ખાવો હિતાવહ છે.