માટીના ઘડાનું પાણી પીવાના ફાયદા જાણો છો? લૂથી બચવાની સાથે આ સમસ્યાથી મળે છે છૂટકારો
ગરમીની ઋતુમાં માટીના ઘડાનું પાણી પીવાથી થકાવટ મહેસૂસ નથી થતી. આ પાણીનું સેવન અમુક હદ સુધી માથાના દુખાવાની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાટીના ઘડાનું પાણી ક્ષારીય પાણીની અમ્લતાની સાથે પ્રભાવિત થઇને ઉચિત PH સંતુલન પ્રદાન કરે છે.
માટીના ઘડાની પાણી સ્વાસ્થ્ય માટે એટલું ફાયદાકારક છે કે, ડોક્ટર પ્રેગ્નન્ટ લેડીને ખાસ કરીને ફ્રિઝના પાણીને બદલે માટલાનું પાણી પીવાની સલાહ આપે છે.
માટીના ઘડાનું પાણી પીવાથી કબજિયાતની સમસ્યા નથી રહેતી. જેના કારણે સ્કિન પર પણ ગ્લો બની રહે છે.
માટીના ઘડાનું પાણી પાવાથી ગરમીમાં લૂથી પણ બચાવ થાય છે. ગેસની સમસ્યાથી રાહત મળે છે. સ્કિન પ્રોબ્લેમ પણ દૂર થાય છે.
માટીમાં શુદ્ધિકરણના ગુણ હોય છે. તે ક્ષારની સાથે વિષેલા પદાર્થને પણ શોષી લે છે. ગરમીમાં હેલ્ધી રહેવું હોય તો ફ્રીઝને છોડો અને સાદા માટીના માટલાનું પાણી પીવાનો આગ્રહ રાખો