આલિયા ભટ્ટથી માંડીને દીપિકા પાદુકોણ સુધી જાણો આ એક્ટ્રેસની ગ્લોઇંગ સ્કિનનું રાજ
બોલિવૂડ અભિનેત્રીઓ ભીડમાં અલગ દેખાયા છે. તેની ગ્લોઇંગ સ્કિન અને હેર તેને બધાથી અલગ અને ધ્યાન આકર્ષિત બનાવે છે. તો ચાલો જાણીએ કે આખરે આ સેલેબ્સ કેવી રીતે સ્કિન કેર કરે છે કે, તેની સ્કિન પર આવો નેચરલ ગ્લો જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનુષ્કા શર્મા પોતાની ત્વચાને સ્વસ્થ રાખવા માટે ઘણું પાણી પીવે છે અને અન્ય લોકોને પણ તેવું કરવા આગ્રહ રાખે છે. આ સિવાય તે કેળાનું બનેલું ફેસ પેક પણ ચહેરા પર લગાવે છે.
જ્હાન્વી કપૂરની ગ્લોઇંગ સ્કિનનું રાજ ફ્રૂટ ફેસ માસ્ક છે. જાન્હવી લગભગ દરેક ફળોને સ્કિન પર લગાવે છે.
કેટરિના કૈફને પણ તેની ત્વચા પર મેકઅપ લગાવવાનું પસંદ નથી. શૂટિંગમાંથી પાછા ફર્યા પછી, તે ફક્ત તેના ચહેરા પર સનસ્ક્રીન લોશન અને લિપ બામ લગાવે છે.
દીપિકા તેની ત્વચાને હાઈડ્રેટ રાખવા માટે આખો દિવસ પાણી પીવે છે અને જંક ફૂડથી દૂર રહે છે. સૂતા પહેલા નાઇટ ક્રીમ અને દિવસ દરમિયાન સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરે છે.
આલિયા ભટ્ટ મેકઅપ વિના પણ એટલી જ સુંદર લાગે છે. આલિયા ચહેરા પર, મધ, પપૈયા અથવા નારંગી પાવડર મિશ્રિત ફેસપેક લગાવે છે. જેને તે 15 મિનિટ સુધી તેના ચહેરા પર રાખે છે અને બાદ ફેસ વોશ કરી દે છે.