મલાઇકા અરોરાથી માંડીને ઋતિક રોશન સુધી ડિવોર્સ બાદ એકલા નથી રહેતા આ સ્ટાર્સ, પ્રેમને આપ્યો બીજો મોકો
બોલિવૂડમાં એવા ઘણા સેલેબ્સ છે જેમણે છૂટાછેડા પછી પણ હાર નથી માની અને પ્રેમને બીજી તક આપી. આ જ કારણ છે કે આજે તે પોતાના જીવનમાં ખૂબ જ ખુશ છે અને પોતાના પાર્ટનર સાથે ખુશહાલ જીવન જીવી રહ્યાં છે. આવો એક નજર કરીએ આવી જ કેટલીક હસ્તીઓ પર...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલાઈકા અરોરાઃ અરબાઝ ખાન સાથે લગ્નના 19 વર્ષ બાદ મલાઈકાએ 2017માં છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી મલાઈકા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે.
દિયા મિર્ઝાઃ બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ તેના પહેલા સાહિલ સંઘથી છૂટાછેડા લીધા છે. છૂટાછેડાના થોડા વર્ષોમાં, તેણે બીજી વાર લગ્ન કર્યા. દિયાએ 15 ફેબ્રુઆરી 2021ના રોજ મુંબઈ સ્થિત બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા અને હવે તે એક પુત્રની માતા પણ બની છે.
અર્જુન રામપાલઃ અર્જુન રામપાલે પહેલીવાર મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા, ત્યારબાદ તે બે પુત્રીનો પિતા બન્યો હતો. 21 વર્ષ પછી, તેમના લગ્ન તૂટી ગયા અને તેઓએ છૂટાછેડા લીધા. છૂટાછેડા પછી, અર્જુને મોડલ ગેબ્રિએલા સાથે લિવ-ઈનમાં રહેવાનું શરૂ કર્યું. બંને હવે એક પુત્ર એરિકના માતા-પિતા બની ગયા છે.
હૃતિક રોશનઃ 2014માં રિતિકે સુઝેન ખાનને પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. છૂટાછેડાના ઘણા વર્ષો પછી, હવે હૃતિકના જીવનમાં ફરી એકવાર પ્રેમએ દસ્તક આપી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે આ દિવસોમાં અભિનેત્રી સબા આઝાદને ડેટ કરી રહ્યો છે.
સુઝાન ખાનઃ રિતિકની પૂર્વ પત્ની સુઝેન ખાન પણ છૂટાછેડા પછી અભિનેતા અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે.