આ યુવતીએ 100 દિવસ સુધી પહેર્યો એક જ ડ્રેસ, કારણ જાણીને આપ રહી જશો દંગ
ગારમેન્ટની કંપની બ્રાન્ડ વૂલે 100 દિવસ સુધી એક જ કપડા પહેરવાની ચેલેન્જ આપી હતી. આ ચેલેન્જ જીતનારને નવો ડ્રેસ ખરીદવા માટે 100 અમેરિકી ડોલરનું વાઉચર મળ્યું છે. આ ચેલેન્જ ન માત્ર એક દિવસમાં એક ડ્રેસ પહેરવાની ચેલેન્જને વિકસિત કરે છે પરંતુ તેનાથી કપડા બનાવાનો ખર્ચ અને તેને ધોવાથી થતાં પ્રદૂષણને પણ ઓછું કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસારા 16 સપ્ટેમ્બર 2020ના દિવસથી 100 દિવસ સુધી એક જ ડ્રેસ પહેરી રાખવાની ચેલેન્જમાં સામેલ થઇ હતી. કારણ કે તે ફેશન વિના પણ રહી શકે. જેથી તે એક જ કપડામાં વધુ દિવસ રહી શકે અને કપડા ઓછા ધોઇને ઘરતીને પ્રદૂષણથી બચાવી શકે,
સારાને ધ મિરરમાં આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ” આ ચેલેન્જ એક્સેપ્ટ કર્યાં બાદ મને સમજાયું કે, કેટલી ઓછું વસ્તુમાં પણ જીવન પસાર કરી શકાય છે. મારી પાસે વોર્ડરોબમાં દરેક ઓકેઝન માટેના અલગ અલગ ડ્રેસ છે. કેટલાક ડ્રેસ એમ જ પહેર્યા વિનાના ધૂળ ખાઈ રહ્યાં છે. હું વિચારૂં છું કે, જેનું મારે દાન કરી દેવું જોઇએ.
બોસ્ટનની સારા રોબિન્સ કોલે એક જ ડ્રેસ ત્રણ મહિનાથી પણ વધુ એટલે કે 100 દિવસ સુધી પહેરી રાખ્યો. આટલું જ નહીં સારાએ તેમનો આ ડ્રેસ અલગ અલગ સ્ટાઇલમાં પણ ટ્રાય કર્યો. તેમણે એજ ડ્રેસનું સ્કર્ટ બનાવ્યું તો ક્યારેક વનપીસ તરીકે ટ્રાય કર્યો. તેમણે આવું એટલા માટે કર્યું કે, તેમણે 16 સપ્ટેમ્બર 2020ના દિવસે આ ડ્રેસ 100 દિવસ સુધી પહેરવાની ચેલેન્જ લીધી હતી. આટલું જ નહીં આ જ ડ્રેસ સાથે ડેઇલી રૂટીન કામ કરવાની પણ શરત હતી. જે તેમણે પૂરી કરી છે. તે આ એક જ ડ્રેસ સાથે 100 દિવસ સુધી કેટલાક કાર્યક્રમમાં પણ સામેલ થઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -