Home Decor Ideas: ઓછા બજેટમાં આપના ઘરને આ રીતે બનાવી શકો છો આકર્ષક
Budget Friendly Home Decor: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આપણે આપણા ઘરને સજાવીએ અને તેને નવો લુક આપીએ, પરંતુ બજેટ ન હોવાથી વિચાર માંડી વાળીએ છીએ. પરંતુ આપના બજેટમાં ઓછો ખર્ચે ઘરને કેવી રીતે આકર્ષક લૂક આપી શકાય જાણીએ..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇન્ડોર પ્લાન્ટ: ઇન્ડોર છોડ પણ રૂમની સુંદરતા વધારવામાં અને આકર્ષક દેખાવામાં મદદ કરે છે. ઇન્ડોર છોડ હવાને શુદ્ધ કરે છે, હવામાં ઓક્સિજનનું સ્તર વધારે છે તેમજ મૂડને સકારાત્મક બનાવે છે. આ છોડને બારી પાસે, રૂમના ખૂણે, સ્ટડી ડેસ્ક, રૂમમાં શેલ્ફ પર મૂકીને તમારા રૂમને આકર્ષક બનાવી શકાય છે. જો તમે ઇચ્છો તો જગ્યા બચાવવા માટે તમે દિવાલો પર લટકતા છોડ પણ લગાવી શકો છો.
વોલ આર્ટ: (Art on the Walls):બ્સ્ટ્રેક્ટ આર્ટ, કેનવાસ પેઇન્ટિંગ અને હેન્ડ મેઇડ પેઇન્ટિંગનો ઉપયોગ કરીને વોલને ડેકોરેટ કરી શકાય છે. આ પેઇન્ટિંગ્સ લિવિંગ રૂમ અને સ્ટડી રૂમને નવો લુક આપશે અને સાથે રૂમને પર્સનલ ટચ આપશે.
વુડન આર્ટ એન્ડ ક્રાફ્ટ શોપીસ- (Wooden Art Showpiece) આપની વોલને ખૂબસૂરત બનાવે છે વૂડન આર્ટ શો પીસ, જમાં આપ હરણનું માથું, લાકડાના ફોટો ફ્રેમ, લાકડાના પેન સ્ટેન્ડ, લાકડાના ટેબલ ઘડિયાળ, લાકડાની ઘડિયાળ જેવી લાકડાની કલાત્મક વસ્તુઓ પસંદ કરી શકો છો.
મૂર્તિ કલા (Idol) એક નાનકડી મૂર્તિ હોમ ડેકોરમાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે, જે ઘરની સજાવટમાં ચાર ચાંદ લગાવી દે છે. ખાલી કોર્નરમાં મૂર્તિ રાખો, તેનાથી ઘરનું લૂક આકર્ષક બનશે.
બેડશીટ્સનો રંગ (Color of Bed Sheets)પડદા અને દિવાલોની જેમ બેડશીટ્સના રંગોની પસંદગી પણ મહત્વપૂર્ણ છે. ફક્ત હળવા રંગની બેડશીટ્સ પ્રીફર કરો. ઘેરા કલરના બેડશીટસ રૂમને નાનો બનાવે છે જેથી લાઇટ કલર પ્રીફર કરો.
પડદાનો રંગ - રૂમમાં દિવાલો માટે પણ લાઇટ કલરના પડદા પસંદ કરો અથવા પડદા અને દિવાલોનો રંગ એક સરખો રાખો. નેટ કર્ટેન્સ માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે, તે રૂમને નવો લુક આપે છે.
ફેરી લાઈટ્સ- ફેરી લાઈટ્સ રૂમને ક્રિએટિવ લુક આપે છે. ખાસ વાત એ છે કે, આપ તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો. રૂમની દીવાલ પર, છોડ પર, બુકશેલ્ફ પર, અરીસાની આજુબાજુ ફેરી લાઈટો લગાવો અને પછી તમારા ડ્રોઈંગ રૂમનો લૂક જોઇને ખુદ અંજાઇ જશો.
રૂમ મિરર- ઘરને સ્ટાઇલિશ લૂક આપવા માટે ડ્રેસિંગ ટેબલના બદલે વોલ પર મિરર લગાવો,આપ અલગ અલગ સ્ટાઇલ અને શેપના મિરરને પસંદ કરી શકો છો.
વોલ પેન્ટ- દીવાલોને ખૂબસૂરત લૂક આપવા માટે વ્હઇટ કલર પરફેક્ટ પસંદ છે. આ એક ન્યુટ્રલ કલર છે. ક્રીમ, ડાર્ક ગ્રે, ઓરેન્જ, પર્પલ, રેડથી પેઇન્ટ કરવાના બદલે એક દીવાલ હાઇલાઇટ કરો, વોલને ખૂબસૂરત અને યુનિક લૂક મળશે.
શેલ્ફ- આજકાલ, બજારમાં ઘણી અનોખી ડિઝાઇનના બુકશેલ્વ્સ મળે છે. તમે રૂમમાં નવી ડિઝાઇનની શેલ્ફ રાખો. અહીં-તહીં પુસ્તકો રાખવાને બદલે, તમે તેને એક લાઇનમાં મૂકીને પુસ્તક રાખી શકશો. જો તમે ઇચ્છો તો, તમે ઇન્ડોર પ્લાન્ટ્સને વચ્ચે મૂકીને રૂમને મિનિમલ લુક આપી શકો છો.