Health Tips: ભૂલોથી પણ ન કરો આ કામ નહિ તો મા બનવાના સુખથી રહી જશો વંચિત
મા બનવું એ દરેક મહિલા માટે એક સુખદ અનુભવ છે. જો કે આજકાલની જીવનશૈલી અને આહારશૈલીના કારણે ઇન્ફર્ટિલિટીનો ભોગ બનવું પડે છે. તો એકસપર્ટના મત મુજબ કઇ ભૂલો ઇન્ફર્ટિલિટીની સમસ્યાને નોતરે છે જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએકસપર્ટના મત મુજબ નશીલા પદાર્થનું સેવન ઇન્ફર્ટિલિટીનું કારણ બની શકે છે. મા બનવા ઇચ્છતી મહિલાએ સ્મોકિંગથી દૂર રહેવું જોઇએ. ગર્ભનિરોધક ટેબલેટસ પણ આ સમસ્યા માટે જવાબદાર છે.
દારૂ અને તમાકુ પ્રજનને પ્રભાવિત કરે છે. તો ઇન્ફર્ટિલિટીથી બચવા માટે આ તમામ દુર્વ્યસનથી બચવું જરૂરી છે.
ડિપ્રેશન પણ ઇન્ફર્ટિલિટી માટે એટલું જ જવાબદાર છે. ગર્ભધારણ માટે શારિરીકની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જવાબદાર છે. અવસાદનો અનુભવ થતો હોય તો મેડિટેશન અને યોગથી આ સ્થિતિને સુધારી શકાય છે.
આજની જીવનશૈલીમાં તણાવ સામાન્ય બની ગયો છે. માનસિક તણાવ પણ ઇન્ફર્ટિલિટી માટે જવાબદાર છે. જે મહિલાને પિરિયડ દરમિયાન વધુ પેઇન થતું હોય તેવી મહિલામાં પણ ઇન્ફર્ટિલિટીની શક્યતા વધી જાય છે.