ઓફિસમાં રોમાન્સ કરવા પર આ કંપની આપશે 'ઇનામ', વિચિત્ર પોલિસીથી થઇ ટ્રોલ
ચીનની એક કેમેરા કંપનીએ તેના કર્મચારીઓને ડેટ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે અને કહ્યું છે કે તે આમ કરવા બદલ તેમને રોકડ ઇનામ આપશે. સોશિયલ મીડિયા પર આ જાહેરાતને લઇને કંપનીને ટ્રોલ કરવામાં આવી રહી છે. ચોંકાવનારા આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ચીનની એક કેમેરા કંપનીએ તેના કર્મચારીઓને ડેટ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે અને કહ્યું છે કે તે આમ કરવા બદલ તેમને રોકડ પુરસ્કાર આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશેનઝેન સ્થિત એક કંપની Insta360એ પોતાના કર્મચારીઓને કહ્યું કે તે ઓનલાઈન ડેટિંગ પ્લેટફોર્મ પર કરવામાં આવેલી દરેક માન્ય પોસ્ટ માટે તેમને 66 યુઆન અથવા લગભગ 750 રૂપિયા ઈનામ આપશે.
જો કોઈ કર્મચારી ડેટિંગ પ્લેટફોર્મના માધ્યમથી કોઇ સાથે સક્સેસફૂલી મેચ થાય છે અને ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી રિલેશનશીપ રાખે છે તો કંપનીએ જણાવ્યું હતું કે તે દંપતી અને મેચમેકર બંનેને 1,000 યુઆન સાથે ઈનામ આપશે.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે કંપનીના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું હતું કે કંપનીનો હેતુ આ પગલા દ્વારા કર્મચારીઓની 'સહજતા અને ખુશીની ભાવના'ને પ્રોત્સાહન આપવાનો છે.
મનીકંન્ટ્રોલના રિપોર્ટ અનુસાર, જ્યારથી આ કંપનીએ અભિયાનની શરૂઆત કરી છે ત્યારથી લગભગ 500 પોસ્ટ શેર કરવામાં આવી છે અને કર્મચારીઓને તેમના મેચમેકિંગ માટે આશરે 10,000 યુઆન આપવામાં આવ્યા છે, કંપનીની પોલિસી જાણીને સોશિયલ મીડિયા યુઝર્સે આકરી પ્રતિક્રિયા આપી છે અને કંપનીને ટ્રોલ કરી હતી