Cumin Seed: શેકેલું જીરૂ ખાવાથી વજન સહિત આ બીમારીથી મળી જશે છુટકારો, જાણો કેવી રીતે કરશો સેવન
રસોડાનો આ મુખ્ય મસાલો આપણા શરીરની ઘણી નાની-મોટી બીમારીઓને સરળતાથી દૂર કરી દે છે. માત્ર જીરું જ નહીં, શેકેલું જીરું પણ આપણા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે. શેકેલા જીરામાં ઝિંક, કોપર, આયર્ન, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન સી, વિટામિન કે, વિટામિન બી અને વિટામિન ઇ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજીરું એન્ટીઑકિસડન્ટ અને ઇંફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે. શેકેલું જીરું ખાવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. જીરું વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે.
ઉપરોક્ત તમામ વિટામિન્સની ઉણપને કારણે, તમે ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પેટની સમસ્યા, ત્વચાની સમસ્યા જેવી સમસ્યાઓમાં શેકેલા જીરાનો ઉપયોગ અને સેવન કરવામાં આવે છે. ચાલો આપણે જણાવીએ કે, આપ શેકેલા જીરાનું સેવન કઈ બીમારીઓમાં કરી શકો છો.
આજકાલ વાળ ખરવા ખૂબ જ સામાન્ય બની ગઇ છે. શેકેલું જીરું ખાવાથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે. વાળ માટે તેનો કેવી રીતે ઉપયોગ કરવો જાણીએ
જો આપ પિમ્પલ્સ, , ડાઘ જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો શેકેલું જીરું તમને રાહત આપી શકે છે. શેકેલા જીરાનો પાવડર બનાવીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવવાથી ત્વચાના રોગો મટે છે. શેકેલા જીરામાં વિટામિન સી મળી આવે છે. ત્વચાને ટાઇટ રાખવા માટે આપ શેકેલા જીરાના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો.
જીરું વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે. એક ગ્લાસ ગરમ પાણીમાં શેકેલું જીરું નાખીને તેમાં મધ અને લીંબુ ભેળવીને પીવાથી વજન ઓછું થાય છે. તમે શેકેલા જીરા પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. સ્થૂળતાના કારણે વધુ પડતા પરસેવાની સમસ્યાને પણ શેકેલા જીરાના સેવનથી દૂર કરી શકાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન એનિમિયાથી પીડિત મહિલાઓ શેકેલા જીરાનું સેવન કરશે, તો શરીરમાં લાલ રક્તકણોનું પ્રમાણ વધશે. શેકેલું જીરું આયર્નનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.