Curd Dishes: પ્લેન દહીં ખાવાના બદલે આ ફૂડ સાથે મિક્સ કરીને કરો સેવન, વધી જશે સ્વાદની લિજ્જત
દૈનિક આહારમાં દહીંનો સમાવેશ કરવો એ એક આરોગ્યપ્રદ વિકલ્પ છે. પરંતુ દરરોજ સાદું દહીં ખાવું કંટાળાજનક હોઈ શકે છે. તેથી, દહીની આ વાનગીને ટ્રાઇ કરી જુઓ. સ્વાદની લિજ્જત વધી જશે,
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદહીં ડિપ- આપ તેને નાચો, ફ્રાઇજ અને પકોડા સાથે સોસના રૂપમાં ઉપયોગ કરી શકો છો.
દહીં ભાત- વ્યસ્ત દિવસોમાં તમે હળવા, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન માટે સ્વાદિષ્ટ દહીં ભાતનો આનંદ માણી શકો છો.
દહીં કબાબ- તમે દહીં અને કેટલાક મૂળભૂત મસાલાનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ કબાબ બનાવી શકો છો. લીલી ચટણી સાથે મિક્સ કરો અને આનંદ લો.
ફ્રુટ દહીં- પેકેજ્ડ ફ્રુટ દહીં ખરીદવાને બદલે તેને તમારી પસંદગીના કેટલાક ફળોને દહીંમાં મિક્સ કરીને ઘરે જ બનાવી શકો છો.
દહી ચાટ- તમારા મનપસંદ દહી ભલ્લા, પાપડી ચાટ અને પાલક ચાટને વધુ સ્વાદષ્ટ બનાવવા માટે તેમાં પણ વધુ દહીં મિક્સ કરી શકો છો.
દહીં બૂંદી રાયતા- દહીં બૂંદી રાયતા એ એક અલ્ટિમેટ સાઇડ ડિશ છે, જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.