વજન ઘટાડવા માટે ડિનરમાં ખાઓ આ હેલ્ધી ફૂડ, સ્લિમ રહેવાના સાથે રહેશો હંમેશા હેલ્ધી
રાત્રે હળવો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જો તમારે વજન ઓછું કરવું હોય તો હેલ્ધી તેમજ લો ફેટ ડાયટ ફોલો કરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાંસાહારી છો તો તમે રાત્રિભોજનમાં ઈંડાનો સફેદ ભાગ ખાઈ શકો છો. બાફેલા ઈંડાનો માત્ર સફેદ ભાગ જ પ્રોટીનથી ભરપૂર હોય છે અને ચરબી ઓછી હોય છે. આવી સ્થિતિમાં, હેલ્ધી લો ફેટ ડાયટ માટે તે શ્રેષ્ઠ વિકલ્પ છે.
જો તમને ભાત ખાવાનું પસંદ હોય તો તમે સફેદને બદલે બ્રાઉન રાઈસ ખાઈ શકો છો. તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને મેટાબોલિઝમ સુધારે છે. આ સિવાય કેલરી ઓછી હોય છે, જેના કારણે વજન નિયંત્રણમાં રહે છે.
રાત્રિભોજન દલિયાનું કરો સેવન, આ માટે, લીલા શાકભાજી મિક્સ કરીને પોર્રીજ બનાવો. ખાસ વાત એ છે કે તેમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર, પ્રોટીન અને વિટામિન-બી જેવા પોષક તત્વો ભરપૂર હોય છે.
શક્કરિયામાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે. તેમાં હાજર ફાઈબર શરીરના મેટાબોલિઝમને સુધારવામાં મદદ કરે છે. શક્કરિયા પાચનક્રિયા સુધારવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. એટલા માટે જો આપણે તેને રાત્રિભોજનમાં ખાઈએ તો વધેલું વજન ધીમે-ધીમે ઘટવા લાગે છે.
પનીર પ્રોટીનનો યોગ્ય સ્ત્રોત છે, તેને રાત્રે ખાવાથી સ્વાસ્થ્યની સાથે વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. પરંતુ તેને કાચું ખાવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો તેને રાત્રે સલાડમાં સામેલ કરીને ખાઈ શકો છો. કાકડી, ડુંગળી, ટામેટા અથવા અન્ય કોઈપણ ફળ મિક્સ કરીને સલાડ તૈયાર કરો અને તેમાં પનીરના નાના ટુકડા મિક્સ કરીને ખાઓ. તે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ પરંતુ તેનાથી તમારું પેટ પણ ભરેલું રહેશે.
જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો ચરબીની સાથે મસલ્સ પાવર પણ ગુમાવે છે. જેના કારણે તેઓ નબળા પડવા લાગે છે. ચરબી ઘટાડવા અને સ્નાયુઓને મજબૂત કરવા માટે માછલી એ વધુ સારો વિકલ્પ છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે, જે હૃદય માટે સારું છે. રાત્રિભોજનમાં માછલીનું સેવન કરવું વધુ સારો વિકલ્પ છે.
ઓટ્સ વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં રહેલા ફાઈબર, પ્રોટીન શરીરને સ્વસ્થ બનાવે છે અને ચરબી ઘટાડે છે. દિવસ સિવાય તમે તેને રાત્રિના આહારમાં પણ સામેલ કરી શકો છો. બીટા-ગ્લુકેન ઓટ્સમાં જોવા મળે છે જે આંતરડાને સાફ કરવામાં અને ખરાબ કોલેસ્ટ્રોલ અને કબજિયાતની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. વજન ઘટાડવાની સાથે તે તમારી નર્વસ સિસ્ટમને પણ સ્વસ્થ રાખે છે.
ડાયટ દરમિયાન સૂપ લઇ શકો છો, તે બનાવવું સરળ નથી, પણ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે. તમે લીલા શાકભાજી ખાવાથી કંટાળી જશો, આ સ્થિતિમાં શાકભાજીનો બનેલો સૂપ વધુ સારો વિકલ્પ છે. સૂપ કાર્બોહાઈડ્રેટ્સ, મિનરલ્સ, પોષણ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તેનાથી શરીરનું પાચન સારું રહે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે.