ફ્લાઇટમાં ભૂલથી પણ ન પહેરો શોર્ટસ, આ ભયાનક કારણ જાણી આપ પણ નહિ કરો આ ભૂલ
ફ્લાઇટ પકડવાની ઉતાવળમાં, લોકો ઘણીવાર ટૂંકા અને આરામદાયક કપડાં પહેરવાનું પસંદ કરે છે. ભલે તમે સામાન લઈને દોડતા હોવ કે નાના બાળકોને તમારા ખોળામાં લઈને બેસતા ત્યારે શોર્ટસ વધુ કમ્ફર્ટ લાગે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવી સ્થિતિમાં, ક્યારેક ટૂંકા કપડા પહેરવા તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે, એટલું જ નહીં, ફ્લાઈટમાં ટૂંકા કપડા પહેરવાથી તમારો જીવ પણ જોખમમાં આવી શકે છે.
હા, હાલમાં જ ફ્લાઈટ એટેન્ડન્ટ ટોમી સિમેટોએ ટિક ટોક પર એક વીડિયો શેર કર્યો અને જણાવ્યું કે ફ્લાઈટમાં શોર્ટ્સ પહેરવું કેટલું જોખમી હોઈ શકે છે.
ટોમી સમજાવે છે કે, પ્લેનની સીટો કેટલી સ્વચ્છ છે તે કોઈ જાણતું નથી. જો તમે પેન્ટ પહેરો છો, તો તમે તમારી ત્વચાના સંપર્કમાં આવતા જંતુઓનું જોખમ ઘટાડી શકો છો, તેણે વીડિયો ક્લિપમાં કહ્યું.
ટોમીનું કહેવું છે કે, જ્યારે ફ્લાઈટ ટ્રાફિક વધે છે ત્યારે કંપનીઓ ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કરે છે, આવી સ્થિતિમાં ક્યારેક એરક્રાફ્ટની સફાઈ ઉતાવળમાં થઈ નથીશકતી
સીટ પરના જંતુઓ તમને ગંભીર બીમારી આપી શકે છે, જ્યારે ટ્રે અને કવર પણ તમને જંતુઓના સંપર્કમાં મૂકી શકે છે. તેથી તમારે સલામતી સાથે આગળ વધવું જોઈએ.
દરરોજ આટલા મુસાફરોના સંપર્કમાં આવ્યા બાદ સીટો કેટલા લોકોના સંપર્કમાં આવી છે તે કહેવું અને દરેક સીટને સેનેટાઇઝડ કરવી શક્ય નથી. જેથી શરીર પુરેપુરૂ કવર થાય તેવા જ કપડાં પહેરા જોઇએ.