Weight Loss Tips: પેટની ચરબી ફટાફટ થશે ઓછી, સવારે ખાલી પેટ આ રીતે પીવો પાણી
આજકાલ લોકો સ્થૂળતાથી સૌથી વધુ પરેશાન છે. દરેક વ્યક્તિ વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં, તમે સવારે ખાલી પેટ જે પાણી પીવો છો તે તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવજન ઘટાડવા માટે તમારે દરરોજ સવારે અલગ-અલગ પ્રકારનું પાણી પીવું જરૂરી છે. જે વજન ઘટાડવામાં મદદ કરશે અને ગેસ, અપચો, પાચન, કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ પણ દૂર થશે.
જીરાનું પાણી વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. ખાલી પેટ જીરાનું પાણી પીવાથી ચરબી ઓછી થવા લાગે છે. આ માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું નાખીને આખી રાત રહેવા દો. સવારે આ પાણીનું ગાળીને સેવન કરો.
મેથીનું પાણી- મેથીનું પાણી વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે. તમારે દરરોજ સવારે મેથીનું પાણી પીવું જોઈએ. આ માટે 1 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને સવારે ગાળીને આ પાણી પીવો.
અજમાનું પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. અજમા પેટ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. આ માટે 1 ચમચી અજમાના બીજને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી દો સવારે આ પાણીને ગાળીને પી લો.
વજન ઘટાડવા માટે લીંબુ પાણી સૌથી અસરકારક છે. લિંબુનું શરબત ઓછી કેલરી અને વિટામિન સીથી ભરપૂર હોય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ માટે દરરોજ સવારે હુંફાળા પાણીમાં અડધુ લીંબુ પીવો.
ફાઈબરથી ભરપૂર વરિયાળીનું પાણી વજન ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી પેટ અને પાચન સારું રહે છે. આ માટે 1 ચમચી વરિયાળીને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પાણીને સવારે ઉકાળો અને હૂંફાળું પીવો.