Dry Fruits For Skin: રોજ ખાવો આ ઓઇલી ફૂડ, હેલ્થની સાથે બ્યુટી પણ નિખારશે
Dry Fruits: શિયાળામાં ત્વચાની શુષ્કતા, ફાટેલા હોઠ અને હાથ-પગની શુષ્ક ત્વચાથી લોકો પરેશાન રહે છે. તેનાથી બચવા માટે ડ્રાય ફ્રુટ્સ ચોક્કસ ખાઓ. તમારે આહારમાં આ 5 ઓઇલી ડ્રાય ફ્રૂટને સામેલ કરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડ્રાયફ્રૂટ્સ ખાવાથી ત્વચા અને વાળ સારા રહે છે. રોજ બદામ ખાવાથી સ્થૂળતા ઓછી થાય છે અને ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. ડ્રાયફ્રુટ્સ વિટામિન ઈ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે.બદામમાં વિટામિન E અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. બદામ ખાવાથી ત્વચા પર ગ્લો આવે છે. તે ત્વચાની શુષ્કતા પણ દૂર કરે છે.
કાજુમાં વિટામિન E અને એન્ટી એજિંગ ગુણો જોવા મળે છે. શિયાળામાં કાજુ ખાવાથી સ્કિન ગ્લોઇંગ બને છે અને શરીર ગરમ રહે છે.
અખરોટ ઓમેગા-3નો ઉત્તમ સ્ત્રોત છે, જે વાળ અને ત્વચાને સ્વસ્થ બનાવે છે. અખરોટ ખાવાથી વિટામિન અને મિનરલ્સની ઉણપ પૂરી થાય છે.
પિસ્તામાં વિટામિન ઈ સારી માત્રામાં હોય છે. પિસ્તા ત્વચાને અલ્ટ્રા વાયોલેટ કિરણોથી બચાવે છે અને ત્વચા પર વધતી ઉંમરની અસરને ઓછી કરે છે. જે ફ્રી રેડિકલ ઘટાડે છે.
વિટામિન A, વિટામિન B-1 અને B-2 થી ભરપૂર અંજીર પણ શિયાળા માટે બસ્ટ ડ્રાયફ્રૂટ્ છે. જેના કારણે શરીર ગરમ રહે છે અને ત્વચા સ્વસ્થ બને છે.