Weight Loss: ચિયા સીડ્સ ગુણોનો છે ભંડાર, આ રીતે સેવન કરવાથી શરીરને થશે અદભૂત ફાયદો
Weight Loss: ચિયા સીડ્સ ગુણોનો છે ભંડાર, આ રીતે સેવન કરવાથી શરીરને થશે અદભૂત ફાયદો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્થૂળતા ઘટાડવા માટે, ચિયાના બીજને આહારમાં સામેલ કરો. ચિયાના બીજમાંથી શરીરને વિટામિન, પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ મળે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.
ચિયા સીડ્સ ખાવાનો સૌથી સરળ રસ્તો છે તેને પાણીમાં નાખીને પીવો. ચિયાના બીજને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને સવારે તેને લીંબુ સાથે પીવો.
આપ ઈચ્છો તો નારંગીનો રસ પણ ચિયા સીડ્સમાં મિક્સ કરીને પી શકો છો. આ માટે ચિયાના બીજને પાણીમાં પલાળી રાખો. જ્યારે તે જેલ બની જાય ત્યારે તેમાં નારંગીનો રસ ઉમેરીને પીવો.
તમે દાલિયામાં ચિયા સીડ્સ પણ ખાઈ શકો છો. સવારના નાસ્તા માટે આ એક હેલ્ધી ઓપ્શન છે. તમે ઉપરથી 1 ચમચી ચિયા સીડ્સ મિક્સ કરીને પોરીજ ખાઓ
તમે ચિયાના બીજને સલાડમાં નાખીને પણ ખાઈ શકો છો. આ રીતે રોજ તમારા સલાડ પર 1-2 ચમચી ચિયા સીડ્સનું ગાર્નિશ કરીને ખાઓ.
તમે ચિયા સીડ્સનો પાવડર બનાવીને પણ ખાઈ શકો છો. બીજને ગ્રાઇન્ડરમાં બારીક પીસી લો. હવે તમે તેને દૂધ અને પાણી સાથે ખાઈ શકો છો.