ખાવા પીવાની આદતો સાથે છે સારી ઊંઘની ક્વોલિટીનું કનેકશન, ગાઢ નિંદ્રા માટે ડિનરમાં આ 5 ફૂડને કરો સામેલ
ન્યુટ્રીશન અને ઊંઘના કનેકશન પર વધુ શોધ મોજૂદ નથી, જો કે ડોક્ટરનું કહેવું છે કે, ખાવા પીવાની ચીજો આપણા સ્લીપ હોરમોન મેલાટોનિનને પ્રભાવિત કરે છે. આ સિવાય ફિઝિકલ એક્ટિવિટી ન કરવાથી ઇલેક્ટ્રોનિક ગેજેટસનો ઉપયોગ વધુ કરવાથી પણ ઊંઘ પર ખરાબ પ્રભાવ પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોફીમાં મોજૂદ કેફિન મગજના સેલ્સને એક્ટિવ રાખે છે. જેના કારણે ઊંઘ નથી આવતી. તેથી રાત્રિના સમયે કોફી-ચા અવોઇડ કરો.
પ્રોટીનથી ભરપૂર આહાર ઊંઘની કવોલિટીને ઉત્તમ બનાવે છે. ચિકન, એગ, કઠોળ, પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેને ડિનરમાં સામેલ કરો
કીવી એક એવું ફળ છે, જ શરીરના સેરોટોનિન હોરમોનને પ્રભાવિત કરે છે. આ હોર્મોન સારા મૂડ માટે જવાબદાર છે. એક શોધ મુજબ રોજ એક કીવી ખાનાર લોકો અન્યની સરખામણીમાં 42 ટકા જલ્દી સૂઇ જાય છે અને તેની ઊંઘની ક્વોલિટી 5 ટકા ઓછી હોય છે.
ફેટી ફિશ: સૅલ્મોન, ટ્રાઉટ, મેકરેલ અને બાસ જેવી ચરબીયુક્ત માછલીઓ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન ડી અને ઓમેગા-3 ફેટી એસિડ્સ વધુ હોય છે.
સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી ઝડપથી ઊંઘ આવે છે. ACS પબ્લિકેશનમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ મુજબ દૂધમાં કેસિન ટ્રિપ્સિન હાઈડ્રોલાઈઝેટ (CTH) નામનું રસાયણ હોય છે, જેના કારણે વહેલી ઊંઘ આવે છે અને ઊંઘની કવોલિટી પણ સુધરે છે.
ગ્રીન ટી અને કેમોલી ચા પીવાથી ઊંઘની ક્વોલિટી સુધરે છે, કારણ કે તેમાં કેફીન હોતું નથી. 2011માં થયેલા એક રિસર્ચ મુજબ કેમોમાઈલ ટી પીનારા લોકો 15 મિનિટ વહેલા સૂઈ જાય છે. તેનું કારણ ચામાં હાજર એપિજેનિન એન્ટીઓક્સીડેન્ટ છે. ગ્રીન ટીમાં મળતું L-theanine એમિનો એસિડ પણ શરીરને આરામ આપે છે.