Honey Side Effects: મધનું આ રીતે કરશો સેવન તો વજન વધવાની સાથે થશે આ નુકસાન
Honey Side Effects:મધ સ્વાસ્થ્ય માટે અમૃતથી કમ નથી. એન્ટીઑકિસડન્ટથી ભરપૂર મધ આપણા શરીરને ચેપથી દૂર રાખવામાં મદદ કરે છે. બીજી તરફ સ્થૂળતા ઘટાડવાથી લઈને ગળાના દુખાવાને મટાડવા માટે મધનો ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ જો તેનો વધુ ઉપયોગ કરવામાં આવે તો તે નુકસાનકારક સાબિત થાય છે.તેનાથી સ્વાસ્થ્યને અનેક નુકસાન થઈ શકે છે.ચાલો જાણીએ તેનું વધુ સેવન કરવાથી શું નુકસાન થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમધની તાસીર ગરમ હોય છે. જો તમે ખાંડને બદલે દરેક વસ્તુમાં મધનો ઉપયોગ કરો છો, તો તે તમારા પાચનને નુકસાન પહોંચાડે છે. તમારું પાચન ધીમું થઈ શકે છે. પેટમાં દુખાવો થઈ શકે છે.કબજિયાત, પેટ ફૂલવાની સમસ્યા વધી શકે છે.
જો તમે વધુ પ્રમાણમાં મધનું સેવન કરો છો, તો તેના કારણે તમારું વજન વધવાની શક્યતા પણ વધી શકે છે. કારણ કે તેમાં રહેલી સુગર અને કાર્બોહાઇડ્રેટની માત્રા શરીરમાં કેલરી વધારે છે અને આ વજન વધવાનું કારણ બને છે. જો તમે પણ વહેલી સવારે મધ અને લીંબુ મિક્સ કરીને પાણી પીતા હોવ તો તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો.
જો તમે નિયમિત રીતે મધનું સેવન કરો છો, તો તેનાથી તમારું બ્લડ શુગર લેવલ વધી શકે છે અને ડાયાબિટીસનો ખતરો વધી જાય છે.
વધુ માત્રામાં મધનું સેવન કરવાથી તમારા ઓરલ સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. મધ દાંત પર ચોંટી જાય છે અને તેનાથી દાંતમાં દુખાવો, પેઢામાં સોજો, કેવિટીની સમસ્યા વધી શકે છે. જ્યારે પણ તમે મધનું સેવન કરો ત્યારબાદ બ્રશ અચૂક કરો.
મધમાં મોજૂદ એન્ટીઓક્સીડેન્ટ્સ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી હાઈપરટેન્શનનું જોખમ પણ વધી શકે છે. એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે. તમને ઉલ્ટી, ઝાડા અને પેટનું ફૂલવા જેવી સમસ્યા થઈ શકે છે.