Fashion Tips: ટૂંકા વાળમાં ટ્રેડિશનલ લૂક માટે ટ્રાય કરી શકો છો. આ હેર સ્ટાઇલ
થોડા દિવસોમાં નવરાત્રી, દશેરા અને કરવા ચોથનો તહેવાર ઉજવાશે. ત્યાર બાદ દિવાળીનો તહેવાર આવે છે. આ તમામ હિન્દુ તહેવારોને લઈને છોકરીઓ અને મહિલાઓ ખૂબ જ ઉત્સાહિત હોય છે. આફેસ્ટમાં યુનિક લૂક માટે અપનાવો આ હેરસ્ટાઇલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેસી બન-આ પ્રકારનો મેસી બન સાડી, લહેંગા અથવા અન્ય પરંપરાગત પોશાક પર સરળતાથી બનાવી શકાય છે. તે ખૂબ જ સ્ટાલિશ લૂક આપે છે.
લોન્ગ સોફ્ટ કર્લ હેરસ્ટાઇલ- આવા લાંબા સોફ્ટ કર્લ્સ હેરસ્ટાઇલ કરી શકો છે. આ ટૂંકા વાળની હેરસ્ટાઇલ ખૂબ જ આધુનિક દેખાવ આપે છે. આ હેરસ્ટાઇલ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બંને આઉટફિટમાં ટ્રાઇ કરી શકો છો.
કરીના હેરસ્ટાઇલ- ટ્રેડિશનલ લુક માટે તમે કરીના કપૂરની આ હેરસ્ટાઇલ અપનાવી શકો છો. તેણે તેના વાળને બે ભાગમાં વહેંચીને આગળથી પોનીટેલ બનાવી છે અને પાછળથી વાળ ખુલ્લા રાખ્યા છે.
ખુલ્લા વાળ- સૂટથી લઈને લહેંગા કે સાડી સુધી તમે આ ખુલ્લા વાળની હેરસ્ટાઈલ બનાવી શકો છો. સેન્ટર પાર્ટેડ હેરસ્ટાઈલમાં તમે સોફ્ટ કર્લ્સ આપીને હેરસ્ટાઈલ સાથે ટ્રેન્ડી લુક આપી શકો છો. આ પ્રકારની હેરસ્ટાઈલ સાથે ઈયરિંગ્સ અપનાવી શકાય છે.
આ હેરસ્ટાઇલ પણ ખૂબ જ કૂલ આપે છે. સાડી સાથે પ્રોફેશનલ લુક આપવા માટે આ બેસ્ટ હેરસ્ટાઈલ છે. આ કોઈપણ પ્રસંગે કરી શકાય છે.
ફ્રંટ ટ્રિવસ્ટેડ હેરસ્ટાઇલ- આખા વાળને ખુલ્લા રાખીને આગળના ભાગમાં વાળને ટ્વિસ્ટ કરો અને પાછળના ભાગમાં પિન કરો. આ હેરસ્ટાઇલ સાડી સાથે ખૂબ જ સુંદર લાગે છે.
ટ્રેડિશનલ લૂકમાં આપ સિમ્પલ અને સોબર લૂક આપતી ફ્રેંચ ચોટી હેરસ્ટાઇલ પણ ટ્રાય કરી શકો છો.