જીમ કર્યાં બાદ આ ફૂડનું સેવન અડધા કલાકમાં કરો, તો ખોરાકને કરો અવોઇડ, અહીં જાણો જિમ બાદનો ડાયટ પ્લાન
કેટલાક લોકો હોંશે હોંશે જિમ તો જોઇન કરી લે છે પરંતુ જિમ બાદ શું ખાવું જોઇએ તેની જાણકારી નથી હોતી. જિમ સાથે પ્રોપર ડાયટ પ્લાનને ફોલો કરવો ખૂબ જ જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતો જાણીએ જિમ બાદ શું અને કેવી રીતે ખાવું જોઇએ તેનાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે અને નબળાઇ નથી વર્તાતી
જિમ બાદ અડધા કલાકની અંદર જ કંઇક હેલ્ધી ફુડ ખાવું જોઇએ. આપનું જિમ બાદનું ફૂડ પ્રોટીનથી ભરપૂર હોવું જોઇએ.
જો આપ સાંજે જિમ જાવ છો તો આપને જિમ બાદ કાર્બોહાઇડ્રેઇટવાળુ ભોજન ન ખાવું જોઇએ અને જો આપ કસરત સવારે કરો છો તો કાર્બ્સ લઇ શકો છો.
બિસ્કિટ, ખાંડ. નાનખટાઇ,કુકીઝ,સ્નેક્સ , કેન્ડીમાં કાર્બોહાઇડ્રેટસ હોય છે.
નિયમિત કસરત કરનારે દિવસમાં એક ચમચી દેશી ઘીનું સેવન અવશ્ય કરવું જોઇએ.
જિમથી આવ્યા બાદ થોડી મિનિટ બાદ પાણી અવશ્ય પીવો, કસરતના કારણે પરસેવો વધુ થાય છે. જેથી શરીરમાં પાણીની કમી ન થાય માટે જિમ બાદ પાણી અવશ્ય પીવો.