Health Tips: શિયાળામાં કારણથી થાય છે કાનમાં દુખાવો, આ 3 ઘરેલુ ઉપાયથી મેળવો છૂટકારો
Ear Pain: ડુંગળીનો રસ કાનમાં નાખવાથી કાનમાં દુખાવાની સમસ્યા દૂર કરી શકાય છે. દુખાવાનો કારણો અને અન્ય ઉપાય જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિયાળાની સિઝન આમ તો મોટાભાગના લોકોને પસંદ હોય છે પરંતુ તે અનેક બીમારીઓને પણ લઇને આવે છે. શરદી, ઉધરસ, તાવ, શિયાળામાં કાનના દુખાવાની સમસ્યા સામાન્ય છે. જો કે કેટલાક લોકો તેને અવોઇડ છે. આજે અમે આપને દુખાવાના કારણો અને તેના સરળ ઉપાય જણાવીશું.
સામાન્ય રીતે જોવા મળે છે કે, કાનના દુખાવાની શિયાળાની સમસ્યા વધી જાય છે. તેનું મુખ્ય કારણ શરદી છે. શરદીના કારણે નાકથી કાન સુધી આવનાર યૂસ્ટેકિયન ટ્યૂબમાં સંક્રમણ ફેલાય જાય છે. તેના કારણે કાનમાં દુખાવાની સમસ્યા સર્જાય છે.
કાનમાં દુખાવો મહેસૂસ થતાં લસણના તેલનો પ્રયોગ પણ કરી શકો છો. તેના બનાવવા માટે આપ તેલમાં લસણના કળી નાખીને તેને ગરમ કરી લો, બાદ આ તેલ હુંફાળુ થયા બાદ તેના બે ડ્રોપ્સ કાનમાં નાખો, દુખાવાથી તરત જ રાહત મળશે.
વર્ષોથી આપણી દાદી-નાની કાનના દુખાવામાં સરસવના તેલનો ઉપયોગ કરવાની સલાહ આપતી હતી. સરસવના તેલને સૌ પ્રથમ ગરમ કરી લો અને હૂંફાળું થયા બાદ તેને બે ટીપાં કાનમાં નાખો તેનાથી દુખાવામાં રાહત થાય છે.
ડુંગળીનો રસ કાનની સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ કારગર છે. ડુંગળીનો રસ કાઢીને તેના રસને દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત નાખો. તેનાથી કાનના દુખાવાની સમસ્યા દૂર થશે. જો કે ધ્યાન રાખો કે, કાનમાં માત્ર 2 ડ્રોપ્સ જ નાખવા,