Adhar card Update: આધારકાર્ડમાં એડ્રેસ કે બર્થ ડેટ સહિતના સુધારા માટે ફોલો કરો આ સ્ટેપ્સ
દરેક દેશમાં રહેતા નાગરિકો અને ભારતમાં રહેતા લોકો માટે કેટલાક ડોક્યુમેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેવી જ રીતે, એવા ઘણા ડોક્યુમેન્ટ્સ છે, જે ભારતમાં રહેતા નાગરિકો માટે જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમાંથી એક ડોક્યુમેન્ટ આધાર કાર્ડ છે. આ સેવા દેશમાં વર્ષ 2009 માં શરૂ કરવામાં આવી હતી અને હવે ભારતની લગભગ 90% વસ્તી પાસે આધાર કાર્ડ છે.
પરંતુ કેટલીકવાર આધાર કાર્ડ બનાવતી વખતે માહિતીમાં કેટલીક ભૂલો થાય છે. UIDAIએ આમાં સુધારા માટે ઓપ્શન આપ્યું છે. તમે કેટલીક વસ્તુઓ ઓનલાઈન અપડેટ કરી શકો છો. જેમાં સરનામાનો સમાવેશ થાય છે. ફોટો, જન્મ તારીખ, નામ વગેરે બદલવા માટે તમારે આધાર કાર્ડ સેન્ટર પર જવું પડશે.
આ માટે તમારે નિશ્ચિત ફી ચૂકવવી પડશે. જો તમે જન્મ તારીખ, નામ અથવા અન્ય માહિતી બદલતા હોવ તો. તો તેના માટે તમારે સહાયક દસ્તાવેજો પણ આપવા પડશે.
પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમને એક સ્વીકૃતિ સ્લિપ મળશે. જેમાં તમારો રિક્વેસ્ટ નંબર હશે. તમારું આધાર કાર્ડ 90 દિવસની અંદર અપડેટ થઈ જશે. જો તમે ઇચ્છો, તો તમે તેને ડાઉનલોડ કરી શકો છો. અથવા તમે નવું આધાર કાર્ડ મંગાવી શકો છો.