જીવનભર તંદુરસ્ત રહેવા માટે સવારે ખાલી પેટ આ ફૂડ પેટ ભરી ખાવ, સ્વાસ્થ્યને થશે આ અદભૂત ફાયદા
જો આપ તંદુરસ્ત રહેવા માંગો છો તો આ ફૂડને ખાલી પેટ ખાવાની આદત પાડો. તેનાથી વજન પણ નહીં વધે અને આપ તંદુરસ્ત પણ રહી શકશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપપૈયા એક એવું ફળ છે. જેને સવારે ખાલી પેટ ખાવાથી અનેક ગણો ફાયદો થાય છે. વેઇટ લોસમાં મદદ મળવાની સાથે તેનાથી સ્કિન પણ ગ્લોઇંગ બને છે
ખાલી પેટ તરબૂચ ખાવાથી શરીર દિવસભર હાઇડ્રેઇટ રહે છે. ગરમીમાં આપ નાસ્તામાં તરબૂચને સામેલ કરો. તેનું જ્યુસ બનાવીને પણ પી શકો છો.
પાચનતંત્રથી સંબંધિત દરેક સમસ્યાથી છૂટકારો અપાવા માટે ખાલી પેટે કિવી લેવાની સલાહ અપાઇ છે. હિમોગ્લોબિન વધારવાની સાથે કિવિ સ્કિનને પણ હેલ્થી રાખે છે.
બેરીઝ પણ નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. રાસબેરી, બ્લૂબેરી,સ્ટ્રોબેરીને આપ નાસ્તામાં સામેલ કરો.
ખાલી પેટ બદામનું સેવન અચૂક કરો, તેના અનેક ફાયદા છે. તે દિવસભર એનર્જેટિક રાખે છે, જે આપને એક્ટિવ રાખવામાં મદદ કરશે, રાત્રે બદામના પાંચ દાણા પલાળી દો. જેનું સવારે સેવન કરો. સ્કિન હેલ્ધી રાખવાની સાથે આંખની રોશની પણ વધારશે.