ક્રિસમસને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગેસ્ટનું સ્વાગત આપ અવનવી ડિસેસથી કરી શકો છો
જો ઘરે મહેમાનો આવવાના હોય તો ગૃહિણીઓના મનમાં સવાલ ઉઠે છે કે મહેમાનો માટે શું તૈયાર કરવું જોઈએ જેથી કરીને તેઓ ખુશ રહે. સ્ત્રીઓને પ્રશંસા સાંભળવી ગમે છે. જો તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ ભોજન સારું હોય અને બદલામાં તેમને વખાણ સાંભળવા મળે તો તેનાથી તેમનું પેટ ભરાઈ જાય છે. જો તમારા ઘરેમાં મહેમાન આવવાના છે તો તેમને આ વાનગીઓ ખવડાવો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો ઘરે મહેમાનો આવવાના હોય તો ગૃહિણીઓના મનમાં સવાલ ઉઠે છે કે મહેમાનો માટે શું તૈયાર કરવું જોઈએ જેથી કરીને તેઓ ખુશ રહે. સ્ત્રીઓને પ્રશંસા સાંભળવી ગમે છે. જો તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ ભોજન સારું હોય અને બદલામાં તેમને વખાણ સાંભળવા મળે તો તેનાથી તેમનું પેટ ભરાઈ જાય છે. જો તમારા ઘરેમાં મહેમાન આવવાના છે તો તેમને આ વાનગીઓ ખવડાવો.
ભટ્ટ કે ડુબકે: આ ઉત્તરાખંડની પ્રખ્યાત રેસીપી છે. તેમાં કાળા કઠોળને પીસીને ગ્રેવી બનાવવામાં આવે છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ભટકે ડુબકે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જો તેને કાળી કઢાઈમાં બનાવવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક બને છે.
ગહત ની દાળ: ભારતીય ભોજનમાં દાળનું વિશેષ મહત્વ છે. તે સામાન્ય રીતે પહાડી વિસ્તારમાં બને છે. જેને ભાત સાથે ખાવામાં આવે છે.
કડાઈ પનીર: કઢાઇ પનીર સામાન્ય રીતે દરેક વ્યક્તિ ખાય છે અને લોકો તેને ખાઈને મોટા થયા છે. આ વખતે તમે તમારા મહેમાનો માટે કઢાઈ પનીર બનાવો. જેમાં કેપ્સિકમ નાખીને સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે, જે ખૂબ જ ટેસ્ટી છે.
મક્કે કી રોટી અને સરસોં કા સાગ: હાલ સમયે શિયાળાની સિઝન સિઝન ચાલી રહી છે. તો આ સિઝનમાં મક્કે કી રોટી અને સરસોં કા સાગ બનાવી શકો છો. શાકને બરાબર શેકી લો અને રોટલીને બરાબર શેકી લો, જેનાથી તેનો સ્વાદ વધી જશે. સાગમાં મસાલાનો યોગ્ય રીતે ઉપયોગ કરો.
ગાજરનો હલવો: જમ્યા બાદ કંઇક સ્વીટ સર્વ કરવા ઇચ્છો છો તો વિન્ટરની સિઝનમાં ગાજરનો હલવો બેસ્ટ છે. આપ તેમાં માવો નાખીને તેનો સ્વાદ વધારી શકો છો.
આપ શિયાળાની સિઝનમાં મહેમાનને રીંગણનું ભડથું અને બાજરીના રોટલા સર્વ કરો,. તેની સાથે ડુંગળી ટામેટાનું સલાડ અને તળેલા પાપડ છાશ સાથે આપ તેને સર્વે કરી શકો છો. આપ ગોળ પણ સર્વ કરી શકો છો. જે સ્વાદિષ્ટ લાગશે
બિરયાની- મહેમાન માટે આપ બિરયાની પણ બનાવી શકો છો. બિરયાની વેજ અને નોનવેજ બંને બનાવી શકાય છે. વેજ બિરયાનીમાં આપ વધુ વધુમા વધુ શાકનો ઉપયોગ કરો. નોન વેજ બિરયાની માટે મટન કે ચિકનનો ઉપયોગ કરી શકો છો. બિરયાની દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે. જે તેના યુનિક સ્વાદ માટે મશહૂર છે.