Weight Loss: નાસ્તામાં બનાવો આ 5 પ્રકારની સ્મૂધી, સ્વાદ પણ મળશે અને વજન પણ ઘટશે
Dieting Tips: જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો ડાયટમાં સ્મૂધીને ચોક્કસ સામેલ કરો. અઠવાડિયામાં દરરોજ આ 5 પ્રકારની સ્મૂધી પીવાથી તમે સરળતાથી વજન ઘટાડી શકો છો. તેનાથી તમને ઘણી એનર્જી મળશે અને તમારું વજન ઘટશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાયેટિંગ દરમિયાન એ સમજવું જરૂરી છે કે, શું ખાવું જોઇએ જે હેલ્ધી છે અને જે મેદસ્વીપણાને પણ ઘટાડે છે. આ માટે સ્મૂધી બેસ્ટ ઓપ્શન છે. તમે રોજ ફ્રુટ સ્મૂધી પી શકો છો, આ તમને દિવસભર એક્ટિવ અને એનર્જેટિક રહી શકો છો.
બનાના સ્મૂધી- આપ કેળા, ઓટ્સ, અખરોટ અને કોકો પાવડર ઉમેરીને સ્મૂધી બનાવી શકો છો. મીઠાશ માટે તેમાં મધ ઉમેરો. આ સ્મૂધીથી પેટ ભરેલું રહે છે અને જેના કારણે આપ આડુઅવળું અનહેલ્થી ખાવાથી બચો છો.
બેરી સ્મૂધી- સ્ટ્રોબેરી અને બ્લુ બેરીને મિક્સ કરીને સ્મૂધી બનાવો. તેમાં બેરી, ચીયા સીડ્સ અને અડધો કપ દહીં અને દૂધ ઉમેરો. તેને બ્લેન્ડ કરીને સ્મૂધી બનાવો.
એપલ સ્મૂધી- વજન ઘટાડવા માટે તમે સફરજનમાંથી સ્મૂધી બનાવી શકો છો. આ માટે સફરજનના ટુકડા, કાજુ બટર, ચિયા સીડ્સ અને સોયા મિલ્કનો ઉપયોગ કરો. આ સ્મૂધી તમને સરળતાથી વજન ઘટાડવામાં મદદ કરશે.
રાસ્પબેરી ચોકલેટ સ્મૂધી- સ્મૂધી બનાવવા માટે રાસબેરી લો અને કોકો પાવડર મિક્સ કરો. તમે તેમાં કેળા પણ ઉમેરી શકો છો. મીઠાશ માટે મધનો ઉપયોગ કરો.