Dieting Tips: વજન ઘટાડવા માટે 100 કેલેરીથી ઓછી calorie ધરાવતાં આ ફૂડને ડાયટમાં કરો સામેલ
વજન ઘટાડવા માટે, તમારે યોગ્ય આહાર લેવાની જરૂર છે. તમારે આહારમાં કેલરીની ગણતરી પણ રાખવી જોઈએ. આ માટે તમારે ઓછી કેલરીવાળા ફળો અને શાકભાજીને આહારમાં સામેલ કરવા જોઈએ. અમે તમને 100 કેલરી કરતા ઓછી કેલેરી ધરાવતાં ફળો અને શાકભાજી જણાવી રહ્યા છીએ. જે સ્થૂળતા ઘટાડવામાં મદદ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમશરૂમ -તમે ઓછી કેલરીવાળા ખોરાકમાં મશરૂમનો સમાવેશ કરી શકો છો. લગભગ 100 ગ્રામ મશરૂમમાં માત્ર 22 કેલરી જોવા મળે છે. મશરૂમ ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.
અને રોટલી ખાઓ. ટામેટાં- વિટામિન સી, પોટેશિયમ અને લાઈકોપીનથી ભરપૂર ટામેટાં ખાવાથી મેદસ્વીતા ઓછી થાય છે. 100 ગ્રામ ટામેટા ખાવાથી માત્ર 18 કેલરી મળે છે.
ઈંડાં- ઈંડાનો પણ લો કેલેરી ફૂડમાં સમાવેશ થાય છે. એક ઈંડામાં 70 કેલરી હોય છે. જો તમે માત્ર સફેદ ભાગ ખાઓ છો, તો શરીરને 35 કેલરી જ મળે છે.
પાલક- જો તમે 100 ગ્રામ પાલક ખાઓ છો તો શરીરને તેમાંથી માત્ર 23 કેલરી જ મળે છે. સ્થૂળતા ઘટાડવા માટે, પાલક સૂપ, શાકભાજી અને રોટલી ખાઓ.
બ્રોકોલી- વજન ઘટાડવા માટે બ્રોકોલી ખૂબ જ સારી માનવામાં આવે છે. જેના કારણે શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. 100 ગ્રામ બ્રોકોલીમાં 35 કેલરી હોય છે.
સફરજન- સફરજન ખાવાથી તમને ભરપૂર માત્રામાં વિટામિન મળે છે. આ મેટાબોલિઝમને મજબૂત બનાવે છે. લગભગ 125 ગ્રામ સફરજનમાં 57 કેલરી હોય છે. સફરજન ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.